તજવીજ:ભેટાસીના બનાવટી દારૂ પ્રકરણમાં વધુ બે ઝડપાયા

આંકલાવ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોટલીમાં દારૂ વેચ્યો હોવાની કબૂલાત

આંકલાવ તાલુકાના ભેટાસી ગામના માંડવાપુરા ખેતરમાંથી આંકલાવ પોલીસે દરોડો પાડીને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે એક ઈસમને ઝડપી પાડીને કુલ રૂપિયા 2.59 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થળ પર પકડાયેલા સુરેશ માળીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

દરમિયાન, પોલીસ દ્વારા પૂછપરછ કરાતાં ભેટાસી ગામના પ્રવિણ નટુ તળપદા અને લક્ષ્મણ કનુ તળપદા ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરીમાં સુરેશ સાથે દારૂ બનાવવા માટે મદદ કરવા માટે આવતા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમની સાથે પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરીને 200 થી 300 રૂપિયા સુધી સ્થાનિકોને વેચતા પણ હતા. જેને લઈને પોલીસે બન્ને શખસોને ઝડપી પાડી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...