ક્રાઇમ:કોયલી રીફાઈનરીમાં કાર ભાડે મૂકવાનું કહી ત્રણ શખ્સો ફરાર, ગેરેજમાલિકે આંકલાવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી

આંકલાવ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરસદ ખાતે રહેતા મહેશભાઈ પરમારનું બોરસદની વાસદ ચોકડીએ શક્તિ ઓટો નામે ગેરેજ આવેલું છે. તેઓએ એક સ્વીફટ કાર ખરીદી હતી. જે કાર ભાડે આપવાની હોય તેમણે નાપાડવાંટા ખાતે રહેતા ઉસ્માન ઉર્ફે વિકાસ ચૌહાણનો સંપર્ક કર્યો હતો. જેણે વડોદરા ખાતે રહેતા દિપક પરમારનો સંપર્ક કરાવી આપ્યો હતો અને જણાવ્યું હતુ કે તેઓ ઓએનજીસી, કોયલી રીફાઈનરી અને આઈપીસીએલમાં કાર ભાડે મૂકીને સારૂં ભાડું અપાવે છે.

દિપકભાઈએ કારને કોયલી રીફાઈનરીમાં મુકાવીને રૂપિયા 28 હજાર દર મહિને ભાડુ અપાવવાની વાત કરી હતી.મહેશભાઈએ તૈયારી બતાવતા ગત 19મી ડિસેમ્બરે આંકલાવ આવી સ્ટેમ્પપેપર પર ભાડા કરાર કર્યો હતો. ત્યારબાદ મહેશભાઈએ પોતાની કાર તેમને ભાડે આપી હતી. કાર દિપકભાઈની સાથે આવેલા અર્જુન ગોહેલ (રહે. નાપાડવાંટા) લઈ ગયો હતો. મહિનાનો સમય વીતવા છતાં પણ ભાડું બેન્કમાં જમા ન થતાં મહેશભાઈએ તેમનો સંપર્ક કરતાં એક-બે દિવસમાં ભાડું જમા થઈ જશે તેમ કહ્યું હતું. પરંતુ પાંચ મહિના પછી ભાડું અને કાર ન મળતાં ગેરેજમાલિકે ત્રણેય શખ્સો વિરૂદ્ધ આંકલાવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...