આપઘાત:નવા કપડાં સંબંધીને પહેરવા આપતાં યુવકે નદીમાં ઝંપલાવ્યું

આંકલાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલાચાલી કરી ઘરેથી​​​​​​​ નીકળી ગયો હતો

કિંખલોડમાં નવા કપડાં સંબંધીને પહેરવા આપી દેવા જેવી નજીવી બાબતે બે ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને પગલે આવેશમાં આવેલા યુવકે ભાઈ સાથે ઝઘડો કરી રવિવારે સાંજે બાઈક લઈને ઘરેથી નીકળી ગયો હતો. બાદમાં તેણે ઉમેટા બ્રિજ પર આવી બાઈક બ્રિજ પર પાર્ક કરી નદીમાં કૂદકો લગાવી દીધો હતો. ઘટનાના 24 કલાક બાદ પણ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. સમગ્ર બનાવને પગલે વિધવા માતા અને ભાઈ પર આભ તૂટી પડ્યું હતું.

કિંખલોડ-વાંટા વિસ્તારમાં 18 વર્ષીય અંકિત નટવરસિંહ પરમાર રહે છે. રવિવારે સાંજે છ વાગ્યાની આસપાસ તેના નવા કપડાં તેની જાણ બહાર સંબંધીને પહેરવા આપી દેવા બાબતે તેને તેના નાના ભાઈ સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ યુવકને માઠું લાગતાં તે તેનું બાઈક લઈને ઘરેથી નીકળી ગયો હતો. બીજી તરફ મોડી સાંજ સુધી પરિવારજનોએે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન, તેનું બાઈક બ્રિજ પરથી મળી આવતાં ઘટનાની જાણ આંકલાવ પોલીસને કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...