તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામની વાતો:મુજકુવા ગામના લોકો 1 ડોલ છાણથી આખો દિવસ રસોઈ માટે ગેસ મેળવે છે, ગોબર ગેસથી ગામનું વાતાવરણ શુદ્ધ થયું

આંકલાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ પ્લાન્ટ માત્ર 10 થી 12 ફૂટની જગ્યા રોકે છે, મહિનામાં 3 થી 4 હજારનું ઓર્ગેનિક ખાતર બને છે. - Divya Bhaskar
આ પ્લાન્ટ માત્ર 10 થી 12 ફૂટની જગ્યા રોકે છે, મહિનામાં 3 થી 4 હજારનું ઓર્ગેનિક ખાતર બને છે.
  • પ્લાન્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી આપવા આવે છે જેમાં ગામના પહેલા 82 ઘરોના લાભાર્થીઓને કેન્દ્ર સરકારે ૨૫ હજારના ખર્ચમાં 50 ટકા સબસીડી આપી હતી
  • ગોબર ગેસના કારણે ગામ ધુમાડો તેમજ ઉકરડા મુક્ત બની પર્યાવરણના પ્રદુષણથી મુક્ત બન્યું છે
  • ગોબરની વેસ્ટજ સ્લરીને મુજકુવા સખી ખાદ્ય સહકારી મંડળી દ્વારા ઓર્ગોનિક ખાતર બનવા વપરાય છે

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાનું નાનકડુ મુજકુવા ગામ ગોબરગેસના ઉપયોગ થકી આવક તો મેળવતો થયો છે પણ સાથે સાથે ગંદકી મુકત બનીને ચૂલાની ઝંઝટમાંથી પણ મુક્તિ મેળવી છે. ગામના 80થી વધુ પરિવારોએ એનડીડીબીની સહાયથી ગામમાં ગોબર ગેસ પ્લાન્ટ ઉભો કરીને મફત ગેસ મેળવી રહ્યાં છે અને સ્લરીમાંથી પણ આવક મેળવી રહ્યાં છે. છેલ્લા ચાર વર્ષથી ગામમાં ગંદકી પણ દૂર થઇ છે.

ચાર વર્ષથી પ્લાન્ટ ચાલે છે
આંકલાવ તાલુકાના મુજકુવામાં છેલ્લા ચાર વર્ષથી ગોબર ગેસ પ્લાન્ટ શરૂ કરી એક પરિવાર મહીનાના બે બોટલ ગેસનો લાભ મેળવી રહ્યા છે જેમાં આ પ્લાન્ટમાં અઢળક ફાયદો જેવાકે દિવસની એક ડોલ પશુના છાણથી દિવસભર રસોઈ માટે મફતમાં ગેસ મેળવે છે. તે ઉપરાંત ગોબરની વેસ્ટજ સ્લરીને મુજકુવા સખી ખાદ્ય સહકારી મંડળી દ્વારા ઓર્ગોનિક ખાતર બનવા માટે વપરાય છે. મહિનામાં 3 થી 4 હજારનો લાભ મેળવે છે. તે ઉપરાંત આ પ્લાન્ટમાં છાણ વાપરી ગામમા ઉકરડાથી પણ મુક્તિ મેળવી છે.

82 ઘરના લોકો લાભ લે છે
આ પ્લાન્ટ માત્ર 10 થી 12 ફૂટની જગ્યા રોકે છે ઉકરડામાં મોટા ભાગે ભેગા થયેલા છાણથી ગંદકી થાય છે અને તેમાં જીવજંતુઓ ફેલાય છે આ પ્લાન્ટનો ઉપયોગ કરી આ એક સ્વચ્છતા તરફ લઈ જઈ ગામને ગંદકીથી પણ દૂર રાખે છે આ પ્લાન્ટમાં કૂંડીમાં છાણ નાખી તેમાંથી વેસ્ટજ સ્લીરીને ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે અને ખેતીમાં પણ ફાયદો થાય છે. આ પ્લાન્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી આપવા આવે છે જેમાં મુજકુવા ગામના પહેલા 82 ઘરોના લાભાર્થીઓને કેન્દ્ર સરકારે ૨૫ હજારના આ પ્લાન્ટમાં 50% સબસીડી આપી હતી.

રોજ 11 સભ્યોનું જમવાનું બને છે
અમે છેલ્લા ચાર વર્ષથી આ પ્લાન્ટનો ઉપયોગ કરીએ છે દિવસમાં બે ડોલ પાણી અને બે ડોલ છાણનો ઉપયોગ કરી અમારા પરિવારના 11 સભ્યોનું જમવાનું બને છે અને સ્લરીના અમને મહિને 4 હજારનો ફાયદો થાય છે અને લાકડાનો પણ વપરાશ થતો નથી. > હેમાબેન નરેશભાઈ પઢિયાર, ચેરમેન, ખાદ્ય સખી મંડળી મુજકુવા

ગામમાં ગંદકીથી રાહત મળી છે
અમારા ગામમાં NDDB દ્વારા છેલ્લા ચાર વર્ષમાં 82 પરિવારોને આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે અને પરિવારોએ લાભ લીધો છે ગામમાં આના હિસાબે ઉકરડા પણ ઓછા થયા છે જેથી તેના હિસાબે ગામમાં ગંદકીથી પણ રાહત મળી છે. > મનુભાઈ પઢિયાર, પૂર્વ સરપંચ

અન્ય સમાચારો પણ છે...