કાર્યવાહી:ભેટાસીના નકલી દારૂ પ્રકરણનો સૂત્રધાર અમદાવાદથી ઝડપાયો

આંકલાવ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમૃત જૈન 12 વર્ષથી નકલી દારૂનો વેપલો કરતો હોવાનો ઘટસ્ફોટ

આંકલાવ તાલુકાના ભેટાસી ગામના માંડવાપુરા ખેતરમાંથી આંકલાવ પોલીસે રેડ પાડીને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી સુરેશ માળીને ઝડપી પાડી તેના ઉપરાંત તેને દારૂનો કાચો માલ સપ્લાય કરતાં અમૃત જૈન સામે ગુનો નોંધ્યો હતો. બનાવ બન્યો એ સમયથી અમૃત જૈન ફરાર હતો. જેને આંકલાવ પોલીસે અમદાવાદ સ્થિત રાયપુર ફ્લેટમાંથી ઝડપી પાડ્યો છે.

મૂળ રાજસ્થાનનો અમૃત જૈન 12 વર્ષથી ગુજરાતમાં બનાવટી વિદેશી દારૂ બનાવવાનું મટીરીયલ પૂરું પાડે છે. અગાઉ તેની સામે સોજિત્રા પોલીસ સ્ટેશન અને અમદાવાદ પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ થયા હતા. ભેટાસીમાં 7થી 8 મહિનાથી કેમિકલવાળો દારૂ બનાવતાહતા.

અગાઉ તે ખંભાત જેલમાં હતો ત્યારે એ સમયે ભેટાસીના સુરેશ માળીના સંપર્કમાં આવ્યો હતો. તેણે દેશી કરતાં વિદેશી દારૂ બનાવીને વેચો તો વધુ પૈસા કમાવાય તેમ કહીને પૈસાની લાલચ આપીને સુરેશને માલ આપતો હતો. અમૃત જૈન દેશી દારૂ બનાવતા બુટલેગરોનો સંપર્ક કરી કેમિકલ, સ્પીરીટમાંથી દારૂ બનાવાનું શીખવતો હતો.

અન્ય સમાચારો પણ છે...