વાસદ બગોદરા માર્ગ પર અવાર નવાર અકસ્માતનો વધારો જોવા મળ્યો છે. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ માર્ગ આવેલા ભેટાસી ફાટક પર તો જાણે અકસ્માત ઝોન બની હોય તેમ રાત્રી દરમ્યાન માર્ગ સ્પીડમાં આવતા વાહન ચાલકો ફાટક પાસે આવેલ સ્પીડ બ્રેકરના કારણ આચનક બ્રેક મારે છે ને પાછળ આવતા વાહન સ્પીડના કારણ આગળના વાહન સાથે ટકરાય છે. જેને લઈને વાહન ચાલકો અને વાહનોને ભારે નુકશાન જોવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે રાત્રી દરમ્યાન રેલવે ફાટક પાસે કોઈ રેડીયમ જેવા સ્ટીકરો ના હોવાના કારણ વાહનોમાં અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળ્યો છે જેથી ફાટક અકસ્માત ઝોન બની છે.વાસદ બગોદરા માર્ગ પર દિવાળીના દિવસોમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફના વાહનોમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો.
જેમાં વાહનની સ્પીડના કારણ અને ભેટાસી ફાટક પાસે આવેલ સ્પીડ બ્રેકરથી અનેક વાહનોમાં અકસ્માતના બનાવો જોવા મળ્યા હતા. જેમાં નવાવર્ષના દિવસે પાંચથી વધુ નાના મોટા અકસ્માત સર્જાયા હતા જેને લઈને વાહનોમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. માર્ગ પર રાત્રી દરમ્યાન આ અકસ્માતો મોટા ભાગે જોવા મળી રહ્યા છે.
આ બાબતે કંથારિયા ગામના સ્થાનિક કલ્પેશભાઈ પટેલ સાથે વાત કરતા તેમને જણાવ્યુ હતુ કે જ્યારેથી આ માર્ગ ચાલુ કરવામાં આવ્યો છે ત્યારથી જ માર્ગ પર આવેલી ભેટાસી ફાટક પાસે અકસ્માત સર્જાય છે. પહેલા ફાટક પાસે સ્પીડ બ્રેકર પાસે કોઈ સફેદ પટ્ટા કે કોઈ બોર્ડ પણ લગાવવામાં પણ ન હતા. જેને લઈને માર્ગ પર એક વર્ષમાં 200થી વધુ અકસ્માત થયા હશે.
અમે સંસદથી લઈ માર્ગના કોન્ટ્રકટરને રજુઆત કરી ત્યારે તંત્ર દ્વારા સફેદ પટ્ટા લગાવેલા ત્યાર બાદ અકસ્માત ગટ્યા હતા. બાદમાં હવે તહેવાર પ્રસંગે સુરતથી સૌરાષ્ટ્ર તરફ ભારે વાહનોનો ઘસારો જોવા મળ્યો છે. જેને લઈને અકસ્માત વધવા પામ્યા છે. ઉપરાંત ફાટક પર રેલવે પાટા નજીક બ્લોક લગાવેલા છે તે પણ ખસી ગયેલા છે. જેને લઈને ભેટાસી ફાટક અકસ્માત ઝોન બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.