તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:આંકલાવ 108 ટીમે નવજાતને કૃત્રિમ શ્વાસ આપ્યો

આંકલાવ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકીની શ્વાસ નળી-અન્ન નળી જોડાયેલી હોય સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા

આંકલાવ તાલુકાના બામણગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નવજાત જન્મેા બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેનું જીવન જોખમ મુકાયું હતું. જેથી 108ની ટીમને જણ કરવામાં આવતાં 108ની ટીમે ડોકટરની સલાહ મુજબ કુત્રિમ શ્વાસ આપીને જરૂરી સારવાર ચાલુ રાખીને અમદાવાદ સિવિલ પહોંચાડીને નવજાત બાળકીને જીવન બક્ષ્યું છે.

આંકલાવ તાલુકાના બામણગામ પીએચસી પર શનિવારે રાત્રે બામણગામના ચંદ્રિકાબેન કિરીટભાઈ ઠાકોરને નોર્મલ પ્રસૂતિ થતાં જન્મેલા બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી જેથી તેને આંકલાવની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ત્યાં માલુમ પડ્યું હતું કે બાળકી ગર્ભાશયનું પાણી પી જતા શ્વાસની તકલીફ થઈ હતી ઉપરાંત સારવારમાં માલુમ પડ્યું હતું કે શ્વાસ નળી અને અન્ન નળી બન્ને જોડાઇલી હતી જેથી તેને તુરંત ઓપરેશન માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની હોય જેથી તબીબે તુરંત 108ને બોલાવતાં કાળજીપૂર્વક સારવાર સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમયસર પહોંચાડવાની જરૂર હતી જેથી નવજાત શિશુને નવજીવન બક્ષવામાં મહત્ત્વની ભૂમિકા 108ની ટીમે નિભાવી હતી.

જેમાં આંકલાવ 108ની ટિમ ઈએમટી પ્રદિપસિંહ પરમાર અને પાયલોટ સમીર વ્હોરા અમદાવાદના ડોકટર વિષ્ણુ પટેલની મદદ લઇ વાતચીત કરી ત્યારે 108ની ટીમે બાળકને કાળજીપૂર્વક સારવાર શરૂ કરી જેમાં ઈએમટી પ્રદિપસિંહ પરમારે મોં દ્વારા સક્શન કરી બગાડ કાડ્યો હતો.

ઉપરાંત CPR અને એમ્બુબેગની મદદથી કૃત્રિમ શ્વાસ આપીને બાળકના શ્વાસ ચાલુ કરી સારવાર આપી હતી અને બગાડ બહાર કાળી નવજાત શીશુને BVM દ્વારા શ્વાસ આપી બાળકીને સલામત રીતે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં ચંદ્રિકા ઠાકોરના પરિવાર જનોએ 108ની ટિમનો આભાર માન્યો હતો

અન્ય સમાચારો પણ છે...