આંકલાવ શહેરમાં એક સપ્તાહમાં બે અલગ અલગ જગ્યા પરથી ચંદનના ઝાડ કાપ્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. મઝાની વાત એ છે કે, ઝાડ કાપ્યા બાદ તસ્કરો તેને લઈ જવામાં નિષ્ફળ નીવડ્યા હતા અને તેને ત્યાં જ મૂકી ફરાર થઈ ગયા હતા. આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ કરી, તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
આંકલાવમાં ચંદન ચોરી કરનારા ફરી સક્રિય બન્યા છે. એક જ સપ્તાહમાં શહેરના બે અલગ અલગ સ્થળોએ ચંદન ચોરવા આવેલા શખ્સોએ ચંદન ઝાડ કાપ્યા તો ખરા પરંતુ તેને લઇ જવામાં નિષ્ફળ નીવડ્યા છે. જેમાં એક સપ્તાહ પહેલા ડુંગર તલાવડી વિસ્તારમાં રહેતા મહોબ્બતસિંહ રાજના ખેતરમાંથી બે ઝાડ કાપ્યા હતા અને બેને કાપવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ તેને લઈને જવામાં નિષ્ફળ નિવડ્યા હતા. દરમિયાન, બીજી તરફ ગુરૂવારે રાત્રે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા સુરેશભાઈ જાદવના ખેતરમાંથી પણ ઝાડ કાપ્યા છે અને ત્રણથી વધુ ઝાડ કાપવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ઝાડને લઈ જવામાં નિષ્ફળ નીવડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.