ફરિયાદ:આંકલાવમાં ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા બિનઆરોગ્યપ્રદ વાનગીઓનું વેચાણ

આંકલાવ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાણીપીણીની લારી તેમજ હોટલોમાં યોગ્ય સ્વચ્છતાનો અભાવ

આંકલાવ, આસોદર તેમજ ઉમેટાંમાં ખાણીપીણીની લારી તેમજ હોટલોમાં બિનઆરોગ્યપ્રદ વાનગીઓનું ધૂમ વેચાણને લઇને અનેક ફરિયાદ ઉઠવા પામી છે આંકલાવ શહેરમાં આવેલ અનેક ખાણીપીણીની લારીઓ તેમજ હોટલોમાં પ્રથમ તો સ્વચ્છતા અને સાફ સફાઈમાં કોઈ પણ હોટલો જાળવણી જોવા મળતી નથી ઉપરાંત ખાણીપીણીની વાનગીઓનું વેચાણ કરનારા મોટાભાગના વિક્રેતાઓ દ્વારા શુદ્ધ અને પીવાલાયક પાણીનો ઉપયોગ ન થતો હોવાની અને પાણીના સંગ્રહ માટેના સાધનોની યોગ્ય સાફ સફાઇ ન રખાતી હોવાની ફરિયાદો સપાટી ઉપર આવી છે.

જેને લઈને ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા બિનઆરોગ્યપ્રદ વાનગીઓનું ખુલ્લેઆમ વેચાણ કરતા નજરે પડ્યા છે. આંકલાવ, આસોદર તેમજ ઉમેટાંમાં ખાણીપીણીની લારી તેમજ હોટલોમાં બિન આરોગ્યપ્રદ વાનગીઓનું ધૂમ વેચાણ સામે તંત્ર આંખ આડા કાન કરતું નજરે પડે છે ઉપરથી સબંધિત તંત્રો આ દિશામાં યોગ્ય પગલા લઇને લોકોના સ્વાસ્થ્ય સાથે થઇ રહેલા ચેડાં બાબતે જાગે તે આવશ્યક બન્યું છે.

જાણવા મળતી વિગતો અનુસાર આંકલાવ,આસોદર તેમજ ઉમેટાં લઇને નાનામોટા ગામડાઓમાં ખાણીપીણીની વસ્તુઓનું વેચાણ કરનારા મોટાભાગના વિક્રેતાઓ વસ્તુઓ બનાવવા માટે કે ગ્રાહકોને પીવા માટે શુદ્ધ અને પીવાલાયક પાણીનો ઉપયોગ કરતા નથી. વિક્રેતાઓના પાણીના સંગ્રહ માટેના પાત્રોની સાફસફાઇ પણ યોગ્ય ન થતી હોવાની રાડ ઉઠી છે. જેને લઈને અનેક સાફ સફાઈની પણ ભારે ફરિયાદ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...