કાર્યવાહી:આઈશરમાં દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો, ડાક પાર્સલ લખેલી આઈસરમાંથી પોલીસે કુલ 14.45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

આંકલાવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંકલાવ તાલુકાના આસોદર-વાસદ માર્ગ પર ડાક પાર્સલ લખેલી આઈશરમાંથી આંકલાવ પોલીસે બાતમીના આધારે રૂપિયા 7.56 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, આઈશર મળી કુલ રૂપિયા 14.45 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

આંકલાવ પોલીસની ટીમ આસોદર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે માર્ગ પરથી વિદેશી દારૂ ભરેલી આઈશર પસાર થવાની હોવાની ચોક્કસ બાતમી આંકલાવ પોલીસને મળી હતી. જેને પગલે આસોદર વાસદ માર્ગ પર આવેલા રામદેવ ધરૂ ફાર્મ સામેથી વર્ણનવાળી આઈશર આવી પહોંચતા જ પોલીસે તેને અટકાવી હતી. આઈશર વાસદ તરફથી બોરસદ તરફ જતી હતી. પોલીસે આઈશરમાં તપાસ કરતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની ગણતરી કરતાં 4176 નગ બોટલ અને 1296 બિયર મળ્યા હતા. પોલીસે આઈશર ચાલકની ધરપકડ કરતાં જુનેદખાન આસુંખાન પઠાણ (રહે. રાજસ્થાન) હોવાનું ખૂલ્યું હતું. પોલીસે હાલમાં રૂપિયા 14.45 લાખનો વિદેશી દારૂ મળી શખ્સની અટકાયત કરી વિદેશી દારૂ ક્યાંથી ક્યાં લઈ જતો હતો તેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...