કાર્યવાહી:દીકરી અવતરી તો પત્નીને માર મારી ઘરમાંથી કાઢી મૂકતા પોલિસ ફરિયાદ

આંકલાવ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આંકલાવના પૂર્વ શહેર ભાજપના મહામંત્રીના પુત્રનું કરતુત

આંકલાવમાં પરણાવેલી યુવતીને બે પુત્રીઓ અવતરતાં પૂર્વ શહેર ભાજપના મહામંત્રીના પુત્રએ ઘરમાંથી કાઢી મૂકી હતી. વધુમાં સાસુ-સસરાએ ભેગા મળીને તેણી પર ત્રાસ ગુજાર્યો હતો. જેને પગલે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પેટલાદ તાલુકાના આશી ગામ સ્થિત ગાંધી પોળ વિસ્તારમાં અશોકભાઈ ફુલાભાઈ પટેલ રહે છે. તેમની દીકરી પ્રિયંકાના લગ્ન વર્ષ 2011માં આંકલાવ મોટી ખડકીમાં રહેતા જીગર જગદીશ પટેલ સાથે થયા હતા.

લગ્ન બાદ પ્રિયંકા પિયરમાંથી આપેલા કરીયાવરની તમામ ચીજવસ્તુઓ અને લગ્નમાં આવેલી ભેટ, સોગાદ લઈ સાસુ-સસરા, પતિ સાથે રહેવા આવી ગઈ હતી. શરૂમાં તેમનું લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતું. દરમિયાન, તેણીને સંતાનમાં બે પુત્રીઓ અવતરી હતી. જોકે, એ પછી પૂર્વ શહેર ભાજપના મહામંત્રી અને પૂર્વ કાઉન્સિલર રહી ચૂકેલા જગદીશભાઈ ઉપરાંત, તેમના પત્ની સરોજબેન તથા પુત્ર જીગરે તેણી પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.

પતિને બીજા લગ્ન કરવા હોય તેણીને ઘરમાંથી કાઢી મૂકી હતી. વધુમાં પરત આવીશ તો પુરી કરી નાંખીશુ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે ભયભીત પરિણીતાએ પતિ સહિત ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરેલું હિસાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...