આંકલાવ તાલુકા પંચાયત હસ્તકની 32 ગ્રામ પંચાયત વચ્ચે માત્ર 20 તલાટી કમ મંત્રી હોવાની વાત સામે આવી છે. જેમાં 16 તલાટી કમ મંત્રીને બે ગ્રામપંચાયતનો ચાર્જ સાંભળવાની ફરજ પડી છે તલાટીઓની ઘટ પૂરાતી ના હોવાથી લોકોને ગ્રામ પંચાયતની કામગીરી માટે હાડમારી ભોગવવાનો વારો આવે છે.
ગ્રામ્ય કક્ષાની પ્રજાનાં સરકારી કામકાજો માટે ભારે હાલાકી સહન કરવી પડે છે.જેમાં હાલ વેરાવસુલાત,પેઢીનામાં તેમજ આવકના દાખલ માટે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડે છે ખાલી પડેલી તલાટીઓની જગ્યાઓ સત્વરે ભરવામાં આવે તેવી લોકો દ્વારા માગ કરવામાં આવી છે. આંકલાવ તાલુકામાં કુલ 32 ગામો છે.
તાલુકામાં મહેકમ પ્રમાણે તલાટીઓની કુલ 30 જગ્યાઓમાં હાલ મહેકમ સામે માત્ર 20 તલાટી છે. તાલુકામાં 32 ગામોમાં માત્ર 20 તલાટી કમ મંત્રીઓ ફરજ બજાવે છે. 14 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર તરીકેનો પણ વધારાનો ચાર્જ સોપાયો છે.ઉપરાંત અનેક સરકારી કાર્યક્રમોમાં તલાટી કમ મંત્રીને ઉપસ્થિત રહેવું પડે છે જેથી પંચાયતના કામકાજ કરી શકતા નથી જેને પગલે તેઓ નિયમિત રીતે દરેક ગામમાં પહોંચી શકતાં નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.