તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:પીપળી પાસે ટ્રક - ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

આંકલાવ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વાહનોનો ધસારો થતાં અકસ્માત : વનવેની માંગ

બોરસદ તાલુકાના પીપળી પાસે ગુરૂવારે રાત્રે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કર ચાલકનું સ્થળ પર જ ગંભીર ઈજા થવાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી.

અલ્હાબાદના ટેન્કર ચાલક ફૂલચંદ શ્યામલાલ પાલ ટેન્કર લઈને ગુરુવારે બોરસદ તરફથી પસાર થતા હતા. દરમિયાન રાત્રિના 11 વાગ્યાની આસપાસ તઓ પીપળી પાસેથી પુરપાટ ઝડપે જઈ રહ્યા હતા ત્યારે સામેથી ટ્રક આવતા બંને વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જેમાં ટેન્કરના ચાલક ફૂલચંદને ગંભીર ઈજા થવાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઉપરાંત ટ્રક રફીકભાઈ ભઠ્ઠી (રહે. મોરબી) ને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક સર્જાયો હતો.

બોરસદથી ગંભીરા સુધીના માર્ગ પર અવાર-નવાર અકસ્માતો સર્જાયા કરે છે. જેથી આ માર્ગને નવ મહિના સુધી વનવે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ માર્ગ પર અકસ્માત બંધ થયા હતા. હવે જયારે લોકડાઉનમાં આ માર્ગને પુન: વનવેમાંથી મુક્ત કરાતા જ અકસ્માત સર્જાવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે પુન: માર્ગને બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો