તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડો:આંકલાવ નજીક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ: 4 યુવતી સહિત 13 ઝડપાયા

આંકલાવ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે મહેફિલમાં દરોડો પાડી 13 જણાની અટકાયત કરી હતી. - Divya Bhaskar
પોલીસે મહેફિલમાં દરોડો પાડી 13 જણાની અટકાયત કરી હતી.
  • વડોદરાના વિજય અગ્રવાલના રોયલ ફાર્મહાઉસ પર દરોડો
  • પાર્ટી માટે અમદાવાદ- વડોદરાથી ડાન્સર બોલાવાઇ હતી

આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ પાસે વડોદરાના વિજય અગ્રવાલના રોયલ ફાર્મ હાઉસમાં બુધવારે મળસ્કે પોલીસે છાપો મારીને મ્યુઝીક સીસ્ટમ સાથે શરાબ અને શબાબની મહેફિલ માણતા ચાર યુવતીઓ સહિત 13 જણાને આંકલાવ પોલીસે રંગેહાથ ઝડપી પાડી વિદેશી દારુ, મ્યુઝીક સીસ્ટમ, લકઝરીયર્સ વાહનો મળી કુલ રૂા.20 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતોે. પાર્ટીમાં ડાન્સ કરવા યુવતીઅોને અમદાવાદ- વડોદરાથી બોલાવાઇ હતી.આંકલાવ પોલીસને બાતમી મળી હતી કે ફાર્મ હાઉસમાં મહેફિલ ચાલી રહી છે આ બાતમીના આધારે પોલીસ કાફલાએ મોટી સંખ્યાડ ગામના કોલોની વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં દરોડો પાડતા હોલમાં એકઠા થયેલા યુવક અને યુવતીઓ દ્વારા શરાબ અને શબાબની મહેફિલ ચાલતી હોવાનું જોવા મળ્યું હતું .

તો પોલીસે સ્થળ પર હાજર વિજયકુમાર રીસબકુમાર શર્મા રહે. સાઉથ વેસ્ટ દિલ્હી, સમીર સુરેશપ્રસાદ તિવારી રહે. જયપ્રકાશનગર જબલપુર મધ્યપ્રદેશ, પ્રમોદ શંકરલાલ રાજપુત રહે. ગ્વોરીગાટ રોડ જબલપુર મધ્યપ્રદેશ, પરીતોષ સંતોષકુમાર વર્મા રહે. ખમટરા તા. નરસીપુરા મધ્યપ્રદેશ, શીશીર સુરેશપ્રસાદ તિવારી રહે. જયાપ્રકાશનગર જબલપુર મધ્યપ્રદેશ, રાજેશભાઈ સામંતભાઈ પઢીયાર રહે. ચમારા ટેકરા તા. આંકલાવ, ખેમરાજ સુરજદીન સોની રહે.ઓઢવ અમદાવાદ, રાકેશ રવીકાન્ત સ્થાપક રહે. નવી દિલ્હી, પુનમભાઈ અંબાલાલ સોલંકી રહે. મોટી સંખ્યાડ તા. આંકલાવ તેમજ ચાર યુવતીઓ સહિત 13ને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસ આ બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે.

નેસન પ્લસની ફ્રેન્ચાઇઝી માટે પાર્ટી યોજી હતી
ન્યુઝ એજન્સીની ફ્રેન્ચાઇઝી માટે નેસન પ્લસ ન્યુઝ ચેનલ ધરાવતા પત્રકાર વિજય અગ્રવાલે પોતાના રોયલ ફાર્મહાઉસમાં પાર્ટી યોજી હતી. દિલ્હીના પત્રકારની ઓળખ આપતા અને પર્શન ન્યુઝ ચેનલ સાથે સંકળાયેલા સમીર તિવારી અને શિશિર તિવારી નામના બે ભાઈઓને વડોદરા ન્યુઝ ફ્રેન્ચાઇઝી આપવા માટે બોલાવ્યા બાદ વાતચીત કર્યા બાદ સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. મોનીકાનો સંપર્ક કરી બર્થડે પાર્ટીનું કહી ડાન્સ કરવા માટે અમદાવાદની 2 અને વડોદારાથી 2 યુવતી બોલાવી હતી. મોનીકા એ 3 યુવતીઓના ડાન્સ માટે 12 હજાર નક્કી કર્યા હતા અને 5 હજાર જેટલા ડાન્સ કરતા સમયે ઉડવાવા માટે નક્કી કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...