તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બોરસદના અલારસા ગામે બેફામ કાર ચાલકે માસુમ બાળકને કચડી નાંખ્યો, માતાએ ફરિયાદ નોંધાવી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા સાથે ઘરે જવા નીકળેલા બાળકને રસ્તો ક્રોસ કરતા સમયે કાર ચાલકે અડફેડે લીધો

બોરસદના અલારસા ગામે હિટ એન્ડ રનની ઘટના બની છે. અલારાસામાં માતા સાથે ઘરે જવા નીકળેલો સાત વર્ષીય માસુમ રોડ ક્રોસ કરતો હતો તે સમયે પુરપાટ ઝડપે જતી કારે ટક્કર મારતાં બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે બોરસદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

બોરસદના અલારસા ગામે રહેતા ચંપાબહેન ભીખાભાઈ સોલંકી 14મી જૂનના રોજ સવારના નવ વાગ્યાના સુમારે ઘરે કોઇ હાજર ન હોવાથી તેમના નાના દિકરા મેહુલ (ઉ.વ.7)ને સાથે લઇ મિનેશકુમાર રાવજીભાઈ પટેલનું કોસિન્દ્રા ગામની નહેર પર આવેલા ખેતરમાં મજુરીએ જવા નીકળ્યાં હતાં.

જ્યાંથી કામ પતાવી બપોરે તેઓ પુત્ર સાથે ઘરે પરત અલારસા જવા ટ્રેક્ટરમાં બેઠાં હતાં. તેઓ અલારસા ઇન્દીરા કોલોનીના કબ્રસ્તાન પાસે રોડ પર ટ્રેક્ટરમાંથી ઉતર્યાં હતાં અને રોડની સાઇડમાં ઉભા રહી ટ્રેક્ટર ગયા બાદ મેહુલ રોડ ક્રોસ કરવા જઇ રહ્યો હતો તે સમયે આંકલાવ તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલી કાળા કલરની કારે મેહુલને હડફેટે ચડાવ્યો હતો.

આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે મેહુલ દૂર ફંગોળાઇ રોડની સાઇડમાં જોરથી પટકાયો હતો અને તે ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલીક સારવાર માટે નજીકના પીએચસીમાં લઇ ગયાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગે ચંપાબહેનની ફરિયાદ આધારે બોરસદ પોલીસે અજાણી કાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...