તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘર્ષણ:આંકલાવમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં ગરીબો અનાજ વંચિત

આંકલાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સસ્તા અનાજના દુકાનદારો અને રેશનકાર્ડ ધારકો વચ્ચે ઘર્ષણ થયા હતા

આંકલાવની 21 વ્યાજબી ભાવની દૂકાનોમાં PMGKAYના લાભાર્થીને ચોખા અને 14 દુકાનોમાં AAYમાં ઘઉં જથ્થો ન મળતા રેશનકાર્ડ ધારકોને અનાજ નથી મળ્યું. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (ત્રીજો તબક્કો) હેઠળ એનએફએસએના લાભાર્થીઓને વધુ બે માસના સમયગાળા- મે અને જૂન, 2021 માટે વધારાના અનાજની ફાળવણીને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી આપી હતી.

જેમાં આંકલાવમાં હાલ સમય ગાળો આજે પૂર્ણ થયો છે છતાં આગળથી પૂરતો જથ્થો ન આવતા ગરીબો આનજમાં ઘઉં અને ચોખાથી વંચિત રહ્યા છે આંકલાવમાં કુલ 52 વ્યાજબી ભાવના અનાજની દુકાનો આવેલી છે જેમાં આંકલાવની 21 વ્યાજબી ભાવની એવી દૂકાનો છે. જેમાં PMGKAY ચોખા નથી મળ્યા અને 14 દુકાનોમાં AAYમાં ઘઉં જથ્થો ન મળતા ગરીબને અનાજથી વંચીત રહ્યા છે.

હાલ જૂન મહિનાની છેલ્લી તારીખ સુધી ગરીબ અન્ન વિના રહ્યા છે. એક બાજુ સરકાર દ્વારા મોટા પાયે જાહેરાત કરવામાં આવી ત્યારે બીજી બાજુ ગરીબ એ અનાજથી વંચિત રહેતા નિરાશા અનુભવી છે જેમાં સસ્તા અનાજના દુકાનદારો તેમજ ગરીબ પ્રજા વચ્ચે અનેક ઘર્ષણ જોવા મળ્યું છે.

તાલુકા એસોસિએશન પ્રમુખ વિનુભાઈ પુનમભાઈ મકવાણાઅે જણાવ્યું કે, સરકારે જાહેરત કરી દીધી પરંતુ સ્ટોક ન આવવાથી હકદાર અન્નથી વંચિત રહ્યા છે જેમાં અમારે અનેક દુકાનદારોને હકનું અનાજ ન મળતા ઘર્ષણો થયા કરે છે. જ્યારે ગોડાઉન મેનેજર, અનિરુદ્ધસિંહ સીસોદીયાએ જણાવ્યું હતું કે, આંકલાવમાં ઉપરથી જ આરો પૂરો થઈ ગયો છે જેથી જથ્થો આવ્યો જ નથી તેમજ આણંદ જિલ્લામાં ઘણી જગ્યા પર જથ્થો નથી આવ્યો જેના હિસાબે આ તકલીફ થઇ છે. આંકલાવની 21 વ્યાજબી ભાવની એવી દૂકાનો છે. જેમાં PMGKAY ચોખા નથી મળ્યા અને 14 દુકાનોમાં AAYમાં ઘઉં જથ્થો ન મળતા ગરીબને અનાજથી વંચીત રહ્યા હોવાનું રેશનકાર્ડ ધારકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...