તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકાશીલ પતિ:આણંદમાં પતિએ બે પુત્રી મારી નથી કહી પત્નીને ઘરમાંથી કાઢી મુકી, 15 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાડાના ઘરમાં રહેતી પરિણીતાના ઘરમાં જઇ પતિએ મારઝૂડ અને તોડફોડ કરી ધમકી આપી

આણંદના લાંભવેલ ગામે રહેતી પરિણીતાને તેના શંકાશીલ પતિના મારઝૂડ અને ત્રાસથી પીડિત મહિલાએ 15 વર્ષના લગ્ન જીવનનો અંત આણ્યો છે. પરિણીતાને તેના જેઠ દ્વારા અસહ્ય ત્રાસ આપાયો હોવાની વિગતો જણાવી છે. આણંદની પરિણીતાને 15 વર્ષના લગ્ન જીવનમાં બે દિકરીનો જન્મ થતાં શંકાશીલ પતિએ આ દિકરી મારી નથી તેમ કહી ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી છે. આ કપરી પરિસ્થિતિમાં સ્વમાનભેર મહેનત કરી બે દીકરીઓ સાથે ઘર ભાડે રાખી રહેતી પરિણીતાના ઘરમાં જઇ પતિએ મારઝૂડ અને તોડફોડ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

કાંતિભાઈએ નાની વાતોમાં ઝઘડા શરૂ કરી દીધા

આણંદની યુવતીના લગ્ન 2006માં કાંતિભાઈ ગીનાજી સરગરા સાથે થયાં હતાં. લગ્ન બાદ તેઓ મનમીરા બંગ્લોઝમાં આવેલા સાઇડરૂમમાં રહેવા ગયા હતાં. શરૂઆતમાં સારી રીતે ચાલ્યા બાદ શંકાશીલ કાંતિભાઈએ નાની વાતોમાં ઝઘડા શરૂ કરી દીધા હતાં. આ બાબતે જેઠ જોતારામ સરગરાને જાણ કરતાં તેઓ પણ સમજાવવાના બદલે કાંતિભાઈની ચઢવણી શરૂ કરી દીધી હતી.

પરિણીતાએ સંબંધના સંતુલન જાળવી સુખી સંસારની આશ બાંધી

મહત્વનું છે કે, પરિણીતા કોઇ કામ અર્થે બહાર જાય તો જેઠ જોતારામ તેની પાછળ પાછળ જતાં હતાં. અને તેમની ચઢવણીથી કાંતિભાઈ મારઝુડ કરતાં હતાં. જોકે, આ પરિસ્થિતિ અને ત્રાસ વચ્ચે પણ પરિણીતાએ સંબંધના સંતુલન જાળવી સુખી સંસારની આશ બાંધી રાખી હતી. લગ્ન જીવનની કઠનાઈ વચ્ચે પણ ઘરમાં બે દિકરીનો જન્મ થયો હતો. પરંતુ દિકરીના જન્મબાદ કાંતિભાઇએ ખોટા ખોટા આક્ષેપો કરી બિભત્સ શબ્દો વાપરતાં હતાં. આ ઉપરાંત દીકરીઓનું તારે જ પૂરૂ કરવાનું છે. તેમ કહી મારઝુડ કરી મારે તો વાહન લાવવું છે, તેના માટે તું ગમે ત્યાંથી રૂપિયા એક લાખ મને લાવી આપ. તેમ કહી ઘરમાંથી કાઢી મુક્યાં હતાં.

મારઝુડ કરી ઘરનો સર-સામાન વિખેર કરી નાખ્યો

આ પડકારજનક અને દયાપાત્ર પરિસ્થિતિમાં પરિણીતા બે દીકરીઓ સાથે ઉમરેઠ ભાડાના મકાનમાં રહેવા જતાં રહ્યાં હતાં. કાંતિભાઈએ 23મી મેના રોજ ઘરે જઇને મારઝુડ કરી ઘરનો સર-સામાન વિખેર કરી નાખ્યો હતો. આ અંગે પરિણીતાની ફરિયાદ આધારે મહિલા પોલીસે કાંતિ સરગરા અને જોતારામ સરગરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...