તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોના મહામૂલા પાકને નુકસાન:નવાખલ માઇનોર કેનાલમાં બીજી વાર ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા

આંકલાવએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે મહિના પહેલા તંત્ર દ્વારા પાણી પુરવઠો બંધ કરી સંતોષ માન્યો

આંકલાવના નવાખલ પાસેથી પસાર થતી મહી સિંચાઇ માઈનોર કેનાલને ચાલુ વર્ષે જ નવી બનાવાઇ છે.પરંતુ સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીને કારણે આ માર્ગ પર ગરનાળું ધોવાઇ જતાં મંગળવારે બીજી વખતે કેનાલમાં ગાબડું પડ્યું હતું. જેના કારણે કેનાલની બાજુમાં આવેલી જમીનોમાં નહેરના પાણી ફરી વળ્યા હતાં.જેના કારણે ખેડૂતોના મહામૂલા પાક નુકસાન થવા પામ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બે માસ અગાઉ પણ જ્યારે નહેરમાં ગાબડું પડ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા નહેરમાં પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.જો કે,બાદમાં ગાબડું પુરવાની કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. જેને લઈને આંકલાવ નવાખલ માર્ગ પર પસાર થતી મહી સિંચાઈ માઈનોર કેનાલને પાણીના વેડફાટ માર્ગ પર જોવા મળ્યો હતો.

પરંતુ સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે માર્ગ પર ગળનાળૂ બનવાનું પૂરું થતા ત્યાંથી લાખો લીટર પાણી માર્ગ પર ફરી વળ્યું છે. કેનાલની બાજુના ખેતરમાં નહેરના પાણી ફરી વળતા ખેડૂતોના મહામૂલા પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે.

પાણી ખેતરમાં ઘૂસી જતા ખર્ચો માથે પડશે
હું આ ખેતર ભાગે ખેડુ છું આજે મારે ખેતરમાં બાજરીનું ધરૂ નાખવાનું હતું મેં ધરૂ માટે ખેત તૈયાર કર્યું હતું પંરતુ નહેરના પાણી ખેતરમાં ઘૂસી જતા હવે માટે ફરીથી ખર્ચો કરવો પડશે > અનિલભાઈ મનુભાઈ ઠાકોર, (ખેડુત)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો