સમસ્યા:મહીના ઉમેટા બ્રિજના ફૂટપાથ પર રાતોરાત કેબલિંગ કરાતાં વિવાદ

આંકલાવ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 મહિના અગાઉ રહીશોઅે કામ અટકાવ્યું હતું, હવે કરી દેવાયું
  • ​​​​​​​RCC કરાતા રોડથી મહીસાગર બ્રિજની પાળી બે ફૂટ જ ઉંચી રહી

ઉમેટા બ્રિજની બંને બાજુની ફૂટપાથ લોકોને ચાલવા માટે રાખેલી છે કેબલને દબાવી ફૂટપાથ કાઢી નાંખવાના પ્રયાસથી રોષ ફેલાયો હતો જેને લઈને બે મહિનાથી કામ સ્થાનિકો દ્વારા કામ અટકાવી દેવામાં આવ્યું હતું તેમ છતાં તાજેતરમાં રાત્રે બ્રિજ પર ગેરકાયદેસર કેબલો દબાવી દેતા ચકચાર મચી જવા પામ્યો છે જોકે સમગ્ર મામલે વડોદરા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નીતિનિયમો અનુસરી કામ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા આંકલાવ તાલુકાના ઉમેટા મહીસાગર બ્રિજ પર બન્ને બાજુ લોકોને ચાલવા માટે બનાવેલી ફૂટપાથ પર બે મહિના અગાઉ વોડાફોન એસ્સાર લિમિટેડ ટેલીફોનિક કંપની દ્વારા ગેરકાયદે સિમેન્ટ કોંક્રિટ દ્વારા ફૂટપાથ પર કેબલો દબાવતા સ્થાનિકો દ્વારા કામકાજ બંધ કરાવી કંપનીના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેને લઈને બ્રિજ પર કામ અટકાવી દેવામાં આવ્યું હતું પરંતુ રાતોરાત કંપનીમાં સંચાલકો દ્વારા કેબલો દબાવી દેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે જેને લઈને RCC કામ તોડી પાડવા માગ ઉઠવા પામી છે

ઉમેટાં મહીસાગર નદીના બ્રિજ પર લોકોને ચાલવા માટે તેમજ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે હેતુથી બ્રિજની બંને બાજુ ફૂટપાથ આવેલી છે. જે ફૂટપાથ કેબલોના વાયરો નાંખી પૂરી દેતા ભારે વિવાદ સર્જાયો હતો હવે આ કામ રાતોરાત ખડકી દેવામાં આવતા રોડથી બ્રિજની પાળી માત્ર બે ફૂટ જ ઉંચી રહી છે જેને લઈને અહીં ગમેતે સમયે અકસ્માત સર્જાયા એમાં કોઈ નવાઈ નથી જોકે વાંરવાર બ્રિજ પર લોખંડની જાળી મારવા માટે રજૂઆત કરેલી છે છતાં નથી થયું.

પરંતુ આવી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ગેરકાયદે કેબલ ખેંચી બ્રિજને નુકશાન કરાય છે. બીજી તરફ આંકલાવના વકીલ જયદેવસિંહ પરમારે જણાવ્યું હતું કે આગાઉ અમે આ કામ બંધ કરાવ્યું હતું જે કંપનીઓના માલિક અને માર્ગ મકાન વિભાગના મળતીયા દ્વારા કેબલો ખેંચી લેવાયા છે જેને લઈને અહીં ગમેતે સમયે અકસ્માત સર્જાશે જેથી સરકારને વિનંતી છે કે ગેરકાયદેસર અને નુક્શાન કારક કામ વહેલી તકે હટાવી લેવામાં આવે નહીં તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...