કાર્યવાહી:અખાદ્ય ગોળનો શંકાસ્પદ જથ્થો આપનારા સરદાર ગંજના વેપારી સહિત 4 સામે ફરિયાદ

આંકલાવ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભેટાસીમાંથી ઝડપાયેલો 62 હજારનો શંકાસ્પદ જથ્થો FSLમાં મોકલાયો

સમગ્ર ગુજરાતમાં લઠ્ઠાકાંડના પડઘા પડ્યા છે ત્યારે હવે સ્થાનિક પોલીસ પણ દારૂના અડ્ડા પર દરોડા પાડવા માટે સક્રિય બની છે. આંકલાવના ભેટાસીમાં દેશી દારૂ માટે વપરાતાં અખાદ્ય ગોળનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે જથ્થો આપનારા આણંદ અને બોરસદ ગંજના વેપારી પિતા-પુત્ર સહિત ચાર સામે ફરિયાદ નોંધી ગોળને તપાસાર્થે એફએસએલમાં મોકલી આપ્યો છે.

આંકલાવ પોલીસે ભેટાસી વાંટા વિસ્તારમાં આવેલી શ્રી હરિ કરિયાણાની દુકાન ચલાવતા મહિપતભાઈ ગુલાબભાઈ પઢીયારની દુકાનની બાજુમાં આવેલાં ગોડાઉનમાં અખાદ્ય ગોળનો જથ્થો રાખ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસ તપાસમાં શંકાસ્પદ અખાદ્ય ગોળ 140 કિલોગ્રામ કિંમત રૂપિયા 4900 મળી આવ્યો હતો. પોલીસે મહિપતભાઈ પઢીયારની અટકાયત કરી અખાદ્ય ગોળનો જથ્થો આપનાર આણંદ સરદાર ગંજના અંકુર ટ્રેડર્સના વિનોદ ઠક્કર સામે કાર્યવાહી હાથ ધરી છે.

એ જ રીતે બીજી તરફ ભેટાસી બા ભાગ વિસ્તારમાં રહેતા સોમાભાઈ ડાહ્યાભાઈ તળપદાના ઘરની ઓરડીમાંથી 1653 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 57855 મળી આવતા પોલીસે કબજે કરી સોમાભાઈ તળપદાની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં આ અખાદ્ય ગોળનો જથ્થો બોરસદ ગંજ બજારના અંકુરભાઈ વિનોદભાઈ ઠક્કર કે જે આણંદ ગંજના વેપારી વિનોદ ઠક્કરનો પુત્ર થાય તેણે આપી હોવાનું જણાવ્યું હતું. પોલીસે પિતા-પુત્ર સહિત ચાર સામે ફરિયાદ નોંધી અખાદ્ય ગોળના જથ્થાના સેમ્પલ અેફએસએલમાં મોકલી આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...