કાર્યવાહી:આસોદર ચોકડી પાસેથી બિલ વિના સોપારીની હેરાફેરી ઝડપાઇ

આંકલાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 22.87 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

આંકલાવ તાલુકાના આસોદર ચોકડી પાસેથી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે એક આઈસરમાંથી મોટી માત્રામા વગર બીલનો સોપારીનો જથ્થાની હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે. આ બનાવમાં પોલીસ દ્વારા વાહન સાથે મળી કુલ રૂપિયા 22.87 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આણંદ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક આઈશરમાં વગર બીલનો સમાન ભરીને વાસદથી આસોદર તરફ આવી રહી છે. જેથી પોલીસે આસોદર ચોકડી પાસે વોચ ગોઠવી હતી.

દરમિયાન, બાતમીવાળી આઈશર આવી પહોંચતાં જ પોલીસે તેને રોકી અંદર તપાસ કરી હતી. જેમાં 44 નંગ સોપારીની બોરીઓ મળી આવી હતી. જે મુદ્દામાલ બાબતે આરોપી પાસે બિલની માંગણી કરી હતી. પરંતુ તે કોઈ બિલ કે અન્ય કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો નહોતો. જેને પગલે પોલીસ દ્વારા આઈશર અને સોપારીનો જથ્થો મળી કુલ રૂપિયા 22.87 લાખનો મુ્દ્દામાલ કબજે લઈ તેનું નામ-ઠામ પૂછતાં અક્ષયકુમાર સરજુપ્રસાદ પાલ અને ઉત્તરપ્રદેશના લુસાનો હોવાનું જણાવ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરી મુદ્દામાલ કોણે મોકલ્યો હતો અને કોને આપવાનો હતો તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...