બજેટ:આંકલાવ પાલિકાનું 37.30 લાખની પુરાંતવાળુ બજેટ મંજુર

આંકલાવ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકાસના કામો માટે બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું

આંકલાવ નગરપાલિકાના હોલમાં આજે ચીફ ઓફિસર તથા પાલિકા પ્રમુખના અધ્યક્ષતામાં બજેટ માટેની સામાન્યસભા મળી હતી. જેમાં 37.30 લાખ રૂપિયાનુ પુરાંતવાળુ બજેટ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું હતું. જે બાદ સભામાં નગરના વિવિધ વિકાસના પ્રશ્નો નગરની સમસ્યા સહિત અન્ય મુદ્દા પર પાલિકાના સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આંકલાવ નગરપાલિકાના આવનારા 2022-23ના વર્ષના અંદાજપત્રના મંજૂરી માટે આંકલાવ નગર પાલિકાના ચીફ ઓફિસર તથા પાલિકા પ્રમુખના અધ્યક્ષતામાં નગરપાલિકાના હોલમાં સામાન્ય સભા મળી હતી. જેમાં 2022-23ના વર્ષ દરમિયાન અંદાજિત કુલ આવક 6.51 કરોડ ઉઘડતી સિલક 10.75 કરોડ કુલ 17.26 કરોડ જેની સામે કુલ ખર્ચ 16.89 કરોડ છે જેમાં 37.30લાખનું પુરાંત વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રકારે નગરપાલિકાના બજેટ રજૂ થઈ રહ્યું હતું ત્યારે આંકલાવ નગરપાલિકાના ચોવીસ સભ્યોએ આ નગરપાલિકાના બજેટને વિકાસલક્ષી અને લોક ઉપયોગી જણાવીને આ બજેટને નું સમર્થન કર્યું હતું જેથી આ બજેટ સંપૂર્ણ બહુમતીથી બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...