કાર્યવાહી:આંકલાવ તાલુકા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ જુગાર રમતાં ઝબ્બે

આંકલાવ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 શખસ પાસેથી18 હજારનો મુદ્દામાલ જપ્ત

આંકલાવ તાલુકાના ખડોલ (હ) દૂધ ડેરી પાછળના વિસ્તારમાં પત્તા-પાનાનો જુગાર રમતાં આંકલાવ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત 11 જણાંને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ખડોલ(હ) દૂધ ડેરી પાછળના વિસ્તાર નજીક કેટલાક શખ્સો એકત્ર થઈને જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

જેમાં પોલીસે ચંદુ ડાહ્યા સોલંકી, ભરત મગન સોલંકી, સમસુદિન જીતેસિંગ પરમાર, સંજય અંબાલાલ ચુનારા, મહેશ બાબુ સોલંકી, જગદીશ અંબાલાલ જાદવ, મિતેશ હર્ષદ સોલંકી, અલ્પેશ કનું નાયક, રમેશ રાવજી સોલંકી, રાજેન્દ્ર જગદીશ સોલંકી, કિરીટચંદ્ર સોલંકીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમની પાસેથી મોબાઈલ, રોકડ રકમ મળી કુલ 18 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નોંધનીય છે કે, મિતેશ સોલંકીને ગત પહેલી ઓગસ્ટના રોજ કોંગ્રેસે આંકલાવ તાલુકાના યુથ કોંગ્રેસના ઉપપ્રમુખનો ચાર્જ સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...