આંકલાવમાં બન્ને બાજુ ઉભરાતી ગટરની ગંદકીની વચ્ચો વચ્ચ આંગણવાડી આવેલી છે જેને પગલે 30 બાળકોના આરોગ્ય પર જોખમ ઊભું થાય તેમ છે. મચ્છરજન્ય રોગોથી બાળકોને બીમારી થાય તેવી ભીતિ વચ્ચે આ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લાગતા વળગતા અધિકારીઓ લે એ હવે જરૂરી બન્યું છે.
આંકલાવ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્રની બન્ને બાજુ ઉભરાતી ગટરોને કારણે આંગણવાડી કેન્દ્ર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે કેદ થયેલી જોવા મળી છે. ગંદકીના કારણ અહીં જીવજંતુઓનો ભારે ઉપદ્રવ વધી ગયો છે.
જેને લઈને અહીં આવતા કેટલાક બાળકો બીમારી પડે તેવી ભીતિ પણ જોવા મળી રહી છે ગંદકીના પાણી આવવા જવા માટેના માર્ગ પર પણ ભરેલા હોવાથી બાળકોને ગંદકીમાં રહીને આવવા મજબુર બન્યા છે. સમગ્ર મામલે આંકલાવના વાલી રાજ અસલમખાન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મારી પુત્રી અહીં આવે છે.
આંગણવાડી કેન્દ્ર એવી જગ્યા પર છે કે જ્યાં આજુબાજુ ગટરોના પાણી ઉભરાયા છે. જેને લઈને અહીં બાળકોને બેસવું ખુબજ કઠિન બન્યું છે. અહીં રસ્તા પર પણ ગટરના પાણી ભરાય જાય છે જેને લઈને આવવા જવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે. અધિકારીઓ દ્વારા સત્વરે તેનો નિકાલ કરવામાં આવે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.