રજૂઆત:આંકલાવ બાર એસો.માં ખોટી રીતે પ્રમુખ ચૂંટાયાનો આક્ષેપ

આંકલાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી કમિશનર-બાર કાઉન્સિલને લેખિતમાં રજૂઆત

આંકલાવ બાર એસોસિયેશનની ચૂંટણીમાં ખોટી રીતે પ્રમુખ ચૂંટાયા હોવા બાબતેના આક્ષેપ સાથે પ્રમુખ પદના ઉમેદવારે લેખિતમાં ચૂંટણી કમિશ્નર અને બાર કાઉન્સિલને રજૂઆત કરી હતી. જેને પગલે આંકલાવ પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

આંકલાવ બાર એસોસિયેશનના પ્રમુખ પદના ઉમેદવાર એવા એડવોકેટ દોલેશકુમાર મફતલાલ શાહે (રહે. ભાટ્ટવાળા, આંકલાવ) પ્રમુખ, સેક્રેટરી, ચૂંટણી કમિશ્નર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, સોલા, અમદાવાદને લેખિતમાં રજૂઆત કરી આક્ષેપ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 17મી ડિસેમ્બર, 2021ના રોજ હોદૃેદારોની પ્રમુખ, ઉપપ્રમુખ તથા સેક્રેટરીની ચૂંટણી વર્ષ 2022ના હોદૃા માટે યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખના હોદૃા માટે દોલેશ શાહ પોતે અને હિતેશ કાંતિલાલ મહેતાએ ઉમેદવારી નોંધાવી હતી. આંકલાવ બાર એસોસિયેશનના 36 વકીલ નોંધાયેલા છ જેમાંથી એક મતદાર વકીલ મૈયત થતા 35 વકીલોએ મતદાન કર્યું હતું. જેમાં તેમને 18 વોટ મળ્યા હતા. પરંતુ એક વોટ ખરાની નિશાની કરેલી હોઈ તે વોટ ચંૂટણી કમિશ્નર દ્વારા રદૃ ગણવામાં આવ્યો હતો.

પરંતુ તેની ખરાની નિશાની દોલેશભાઈના સામેના ખાનામાં બરાબર વચ્ચે જ હતી. તેથી ફક્ત ખરાનું નિશાની કરવાથી કાયદા મુજબ રદૃ ન ગણી શકાય. આમ, છતાં ચૂંટણી કમિશ્નર દ્વારા વોટરને રદૃ ગણી બંનેને 17 વોટ મળ્યા હોવાનું કહીને ટાઈ પડી હોવાનું જણાવ્યું હતું. વધુમાં અમારી ના હોવા છતા ચિઠ્ઠી ઉછાળીને પસંદગી કરાઈ હતી. જ્યારે ચિઠ્ઠી ઉછાળી ત્યારે અમારી ગેરહાજરીમાં સમગ્ર પ્રક્રિયા કરી દઈને હિતેશ મહેતાને પ્રમુખ જાહેર કરી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...