તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:આસોદર ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત

આંકલાવ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવક પરિવારને લઈ અંબાવ છોકરી જોવા માટે ગયો હતો

આંકલાવ તાલુકાના આસોદર ગામ સ્થિત ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે યુવકને ટક્કર મારતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આણંદ પાસેના ત્રણોલ ગામે હર્ષદભાઈ હિંમતભાઈ વાઘેલા રહે છે. તેઓ રિક્ષા ડ્રાઈવીંગ કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. તેઓ પરણિત છે અને સંતાનમાં તેમનેે બે પુત્રી છે. રવિવારે બપોરે આણંદના એક પરિવારને છોકરી જોવા માટે તેઓ આંકલાવ તાલુકાના અંબાવ ખાતે તેમના રિક્ષા ભાડે કરીને લઈ ગયા હતા. દરમિયાન, પરિવારને જે તે યુવતીના ઘરે છોડીને તે આસોદર ચોકડી પાસે આવ્યા હતા.

જ્યાં તેઓ બપોરે રિક્ષાને પાર્ક કરી સામે આવેલા ગલ્લે પાન-મસાલા લેવા ગયા હતા. એ જ સમયે પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતાં યુવકનું સ્થળ પર જ ગંભીર ઈજા થવાના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના પિતા હિંમતભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...