ભયભીત બાળકી:અપહરણના પ્રયાસથી ભયભીત બાળકી ઊંઘમાંથી જાગી જાય છે

આંકલાવ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપહરણના પ્રયાસથી ભયભીત બાળકી ઊંઘમાંથી જાગી જાય છે

આંકલાવના નારપુરામાં રહેતી 9 વર્ષીય બાળકી ગત શનિવારે સ્કૂલેથી છૂટ્યા બાદ ઘર તરફ જતી હતી ત્યારે સફેદ ઈકો કારમાં આવેલા બે અજાણ્યા શખસોએ તેનો હાથ પકડી અપહરણનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ બાદ બાળકી ખૂબ જ ભયભીત થઈ ગઈ હતી અને અનેક વખત તે ભર ઊંઘમાંથી જાગી જતી હતી તેવું તેના પરિવારજનોએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું.

પરિવારજનોએ આ અંગે વાત કરતાં વધુમાં ઉમેર્યું હતું કે, ઘટના બની એ પછી બેથી ત્રણ દિવસ સુધી તો બાળકી તેની શાળાએ પણ ગઈ નહોતી. બે-ત્રણ દિવસ સુધી તે જમી નહોતી. ઉપરાંત ઘણી વખતી ઊંઘમાંથી પણ તે ઝબકીને જાગી જતી હતી. આમ, સમગ્ર ઘટનાને લઈ તેની રોજિંદી ઘટનાઓમાં ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો હતો.

હાલમાં સમગ્ર ગ્રામજનોમાં એક જ ચર્ચા છે કે અપહરણકર્તાઓ કોણ છે. ગ્રામજનોની માંગ એ જ છે કે, શખસોને પોલીસ દ્વારા વહેલામાં વહેલી તકે પકડવામાં આવે. જોકે, બીજી તરફ પોલીસ દ્વારા પણ ગ્રામજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેની સાથે ગુપ્તરાહે તપાસ કરવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...