પોલમપોલ:આંકલાવની ઉંધી ઝુંબેશ, દિવસો સુધી કચરાના ઢગ હટાવાતા નથી

આંકલાવ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમિત સફાઇ મામલે પાલિકાની ઘોર બેદરકારી છતી થઇ

આંકલાવ શહેરમાં સફાઈ પ્રત્યે બિલકુલ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.શહેરના અનેક સ્થળોએ કચરાના મસમોટા ઢગ ખડકાયા છે પરંતુ સમયસર સફાઈ ન થતા ગંદકી જોવા મળી છે છે તેમ છતાં તેનું સફાઈકામ હાથ ધરવામાં આવતું નથી. જેને લઈ આંકલાવ શહેરના સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે તેમજ ગંદકી હટાવવાની માંગ થઈ છે.આ અંગે આંકલાવ શહેરના હુસેનભાઈ શબ્બીરભાઈ વ્હોરાએ જણાવ્યું હતું કે શહેરમાં સમયસર સફાઈ થતી નથી વારંવાર નગરપાલિકાને આ અંગે રજુઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી જેથી શહેરમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ જોવાય છે.

આંકલાવ શહેરમાં ગંદકી અને કચરો નહીં ઉપાડવાને લઈને સ્થાનિકોની અનેક ફરિયાદ સામે આવી છે.શહેરના મોટાભાગના વિસ્તારોમાં કચરાના ઢગલા છે.ડસ્ટબીનમાંથી કચરો ઉપર સુધી ભરાઈને બહાર આવી ગયો છે તેમ છતાં પાલિકા દ્વારા સમયસર સફાઈકામ હાથ ધરાતું નથી. શહેરમાં આવેલ બસ સ્ટેશનની બાજુમાં તેમજ બજારમાં પણ સમય સર સફાઈના અભાવથી લોકોની પરેશાની વધી છે નગરપાલિકા વિસ્તારમાં નિયમિત સફાઈના અભાવે રોગચાળાનો ભય પણ ફેલાયો છે. શહેરમાં ગંદકી અને કચરા ઢગલા દુર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જાહેરમાં કચરો સળગાવતા હોવાથી સ્થાનિકોને હાલાકી
કચરાનો સમયસર યોગ્ય નિકાલ ન થતાં કચરો ગમે ત્યાં ફેંકવામાં આવતાં હોવાની ફરિયાદ શહેરના અનેક વિસ્તારોમાં કચરાનો સમયસર યોગ્ય નિકાલ ન કરતાં હોવાની બુમો ઉઠી છે. તો અમૂક જગ્યાએ આ કચરાનો જાહેરમાં બાળવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વચ્છતા અભિયાન પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા વ્યર્થ ગયા તેવો ચિતાર જોવા મળી રહ્યો છે. > વિમલ ભોઇ, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...