તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:આંકલાવમાંથી જુગાર રમતા 7 ખેલીઓ ઝડપાયા

આંકલાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પ્રોહિ.નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આણંદ જિલ્લા પોલીસે દારૂ અને જુગારની બદી ડામવા હેતું એક વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે. જે અંતર્ગત આણંદ એલસીબી પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે આંકલાવ શહેરમાંથી જાહેરમાં જુગાર 7 ખેલીઓને રંગે હાથ ઝડપી પાડી તેઓની વિરૂદ્વ પ્રોહિબીશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદ એલસીબી પોલીસ જિલ્લામાંથી જુગાર અને દારૂની બદી ડામવા હેતું આંકલાવ શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે આંકલાવના જાંબુડી તલાવડી વિસ્તારમાં ભાનુભાઈ પટેલના ખેતરમાં કેટલા ઇસમો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે બાતમીના આધારે રેડ કરી જશુ ઠાકોર, ગિરીશ પઢીયાર, અશોક ગોહેલ, ફારૂક મલેક,કનું ચૌહાણ, સાહિલ વ્હોરા અને રાકેશ ઠાકોરને ઝડપી પડી તેઓની પાસેથી રોકડ રૂા. 22,270ના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...