તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:આંકલાવ તળાવમાં ભેખડ ઘસી પડતા 5 દટાયા, 2 મહિલાના મોત, 3નો બચાવ

આંકલાવ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આંકલાવ તળાવમાં ભેખડ ઘસી પડતા 5 દટાયા, 2 મહિલાના મોત, 3નો બચાવ કરાયો. - Divya Bhaskar
આંકલાવ તળાવમાં ભેખડ ઘસી પડતા 5 દટાયા, 2 મહિલાના મોત, 3નો બચાવ કરાયો.
 • ટ્રેક્ટર ચાલક અને મજૂરોએ બચાવ કામગીરી હાથ ધરીને 5ને બહાર કાઢ્યા હતા

આંકલાવના આવેલા વરહડ તળાવમાં સવારે 9 વાગ્યાની આસપાસ 5 મજૂર તળાવમાંથી માટી કાઢતા અચાનક ભેખડ ઘસી પડતા દટાયા હતા જેમાં બે મહિલાના ઘટનાસ્થળે મોત નીપજ્યા અને 3 નો આબાદ બચાવ થયો છે આંકલાવમાં જોશીકુવા માર્ગ પર આવેલા વરહડ તળાવમાં ભેખર ઘસી પડતા બે મહિલા દટાઇ હતી જેમાં ભારે જહેમત બાદ બન્ને મૃતદેહ ભેખડ માંથી બહાર કાઢી લઇ આંકલાવ પોસ્ટમોર્ટમ ખાતે મોકલાયા હતા દટાઇને બે મહિલાના મોત નિપજ્યાં હતા અને ત્રણ નો આબાદ બચાવ થયો હતો મૃતકમાં જમુડીબેન મીનેશભાઇ ભગોળા રહે સીમલિયા લીમડી ઉ.વ 30 અને વેસ્તીબેન ભાવલાભાઈ ડામોર રહે અભલોડ દાહોદ ઉ.વ 55ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે

આજે સવારે 9વાગ્યાના સુમારે મજુરો માટી ખોદી ટ્રેકટરમાં ભરી રહ્યા હતા ત્યારે અચાનક માટીની ભેખડ ધસી પડતા માટી ખોદતી વખતે અચાનક માટીની ભેખડ ધસી પડતા માટી ખોદી રહેલા વીસ્તીબેન ભાવલાભાઈ ડામોર ઉ.વ. 55 રહે. અભલોડ જી. દાહોદ અને જાંબુડીબેન મીનેશભાઈ ભગોરા ઉ.વ. 30 રહે. સીમલીયા લીમડી માટીની ભેખડ નીચે દબાઈ ગયા હતા. જ્યારે અન્ય ત્રણ મજુરો ઝડપથી ખસી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટના બાદ બચી ગયેલા મજુરોએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેમજ મજુરો અને ટ્રેકટરના ડ્રાઈવરે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ભેખડ નીચેથી દબાયેલી બંને મહિલાઓને બહાર કાઢી પરંતુ બંને મહિલાઓને ગંભીર ઈજાઓ થતા બંને મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાને લઈને આંકલાવ પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને મૃતક મહિલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. અને આ બનાવ અંગે આંકલાવ પોલીસ મથકે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો