આંકલાવ નગરપાલિકાની ચાલુ વર્ષે કુલ 181.71 લાખની બાકી વસુલાતમાં માત્ર 62.08 લાખની વસુલાત કરવામાં સક્ષમ બન્યું છે . આંકલાવ શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા વસુલવાના થતા વિવિધ પ્રકારના સરકારી કરવેરાની વસુલાત હંમેશા કંગાળ જ રહી છે નાણાંકીય વર્ષના હાલ અંતિમ દિવસોમાં ચાલી રહ્યા છે ત્યારે શહેરમાં રહેલી વિવિધ સરકારી મિલ્કતોના જ તોતીંગ કહી શકાય તેટલા રૂા.17.51 લાખથી વધુની બાકી રકમ ભરપાઇ કરવા સંબંધીત તંત્રની નિષ્ક્રિયતાએ નગરજનોમાં રોષની લાગણી ફેલાઇ છે.
આંકલાવ શહેરમાં બાકી કરવેરા અંગે સરકારી કચેરી ઓમાં સૌથી અગ્ર ક્રમે પાંચ પ્રાથમીક શાળાઓ છે જેમાં રણપીપળી,કુમારશાળા કન્યાશાળા ઇન્દિરા નગર પ્રાથમિક શાળા અને બ્રાન્ચ કુમાર શાળાનાઓ મળી કુલ 8.10 લાખનો વરો બાકી તેમજ ચાલુ વર્ષનો મળીને થાય છે. આ સાથે બીજા ક્રમે તાલુકા પંચાયતની શાખાઓમાં કુલ 5.37 લાખથી વધુની રકમ ભરવાપાત્ર બાકી રહે છે. આ ઉપરાંત અત્રે પોલીસ વસાહતની કુલ 28 મિલકતોના 3.24 લાખની લ્હેણી રકમ નગરપાલિકાને નીકળે છે. આમ જુદી-જુદી સરકારી કચેરીના વેરાના રૂા.17.51 લાખની રકમ હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અહિંની અન્ય સરકારી ઓફીસને ભરવાની થતી વેરાની રકમમાં જવાબદારીની ખો આપવામાં આવી રહી છે. ત્યારે કડક ઉઘરાણી અને નળ જોડાણ કાપવાની ચીમકીઓ આપતી નગરપાલિકાને સરકારી કચેરીઓની જ તોતીંગ રકમ લ્હેણી નીકળે છે.
આ માટે જિલ્લા કલેકટર કે અન્ય સક્ષમ વિભાગ દ્વારા જરૂરી પગલા લઇ, વેરાની ભરપાઇ કરવામાં આવે એમ પાલિકા તંત્ર ઇચ્છી રહ્યું છે. હાલ નાણાંકીય વર્ષના દિવસોમાં નગરપાલિકાની વેરા વસુલાત તદ્દન કંગાળ કહી શકાય આટલું જ નહિં, કેટલાક પેધી ગયેલા બાકીદારોની તોતીંગ રકમ પણ હજુ ઘણા સમયથી બાકી છે. ત્યારે આ મુદ્દે પણ નગરપાલિકાએ અન્ય શહેરોની જેમ જપ્તી સહિતના કડક પગલા લઇ, દાખલારૂપ અને કડક કાર્યવાહી કરવી જોઇએ તેમ નગરજનો ઇચ્છી રહ્યા છે.પરંતુ પાલિકા માત્ર નોટિસો આપી હાથ ઊંચા કરે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.