નવજીવન બક્ષ્યું:108 દ્વારા નવજાત શિશુને કૃત્રિમ શ્વાસ આપી જીવતદાન બક્ષ્યું

આંકલાવ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગર્ભાશયનું પાણી પી જતા શ્વાસની તકલીફ થઈ હતી

આંકલાવની સરકારી હોસ્પિટલમાં આજે સવારે કંથારિયા રણછોડપુરાના રમીલાબેન શૈલેષભાઇ ઠાકોરનઇ નોર્મલ પ્રસૂતિ થતાં જન્મેલા બાળકીને ગર્ભાશયનું પાણી પી જતા શ્વાસની તકલીફ થઈ હતી. તબીબે તુરંત 108ને બોલાવતાં કાળજીપૂર્વક સારવાર સાથે ગોત્રી હોસ્પિટલ સમયસર પહોંચાડવાની જરૂર હતી જેથી નવજાત શિશુને નવજીવન બક્ષવામાં મહત્ત્વની ભૂમિકા 108ની ટીમે નિભાવી હતી.

આંકલાવ તાલુકના કંથારીયા રણછોડપુરાની મહિલાની આંકલાવની સરકારી હોસ્પિટલમાં નોર્મલ પ્રસૂતિ થતાં જન્મેલા બાળકને ગર્ભાશયનું પાણી પી જવાથી બે ભાન અવસ્થામાં તેમજ શ્વાસની લેવામાં તકલીફ પડતી હતી જેથી તબીબે બાળકીને ગોત્રી હોસ્પિટલમાં તુરંત સારવાર માટે ખસેડવા માટે 108 મદદ લીધી હતી જેમાં 108ની ટીમે બાળકનાં ધબકારા બંધ અને બેભાન અવસ્થામાં હોવાનાં કારણે આંકલાવ 108ની ટિમ ઈએમટી પ્રદિપસિંહ પરમાર અને પાયલોટ દિનેશભાઇ મકવાણા અમદાવાદના ડોકટર વિષ્ણુ પટેલની મદદ લઇ વાતચીત કરી ત્યારે 108ની ટીમે બાળકને કાળજીપૂર્વક સારવાર શરૂ કરી જેમાં ઈએમટી પ્રદિપસિંહ પરમારે મોં દ્વારા સક્શન કરી બગાડ કાઢવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...