વિશ્વ સિંહ દિવસ:સાવરકુંડલા, ખાંભા અને લીલિયામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ

સાવરકુંડલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાંભામાં છાત્રાેઅે લીધી સાવજાેની રક્ષાની પ્રતિજ્ઞા, છાત્રોએ સિંહના મોહરા પહેર્યા

ખાંભાની જે.અેન.મહેતા હાઇસ્કુલ ખાતે અાજે વિશ્વ સિંહ દિવસની વચ્ર્યુઅલ ઉજવણી કરાઇ હતી. લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળા, તુલસીશ્યામ રેંજના ફાેરેસ્ટર હરદીપસિંહ વાળા, અાચાર્ય કે.ડી.સતાસીયા વિગેરેની ઉપસ્થિતિમા અા કાર્યક્રમ યાેજાયાે હતાે. છાત્રાેઅે સિંહના મહાેરા ધારણ કર્યા હતા. શિક્ષક ગાેહિલભાઇઅે છાત્રાેને સાવજાેની રક્ષા માટે લાેક જાગૃતિ લાવવા શપથ લેવડાવ્યાં હતા.

અાવી જ રીતે સાવરકુંડલામા વિશ્વ સિંહ દિવસની ઉજવણી વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાઇ હતી. ટ્રસ્ટ દ્વારા જય સિંહ જય ગીર અભિયાન ચલાવવામા અાવ્યું હતુ. કન્વીનર દિલાવરખાન પઠાણ, સતીષભાઇ પાંડે, મહેબુબખાન પઠાણ, કુણાલભાઇ બારૈયા વિગેરેઅે સાેશ્યલ મિડીયાના માધ્યમથી સાવજાે અંગે લાેકજાગૃતિના સંદેશા પાઠવ્યાં હતા. જયારે લીલીયાની અમૃતબા વિદ્યાલય ખાતે પણ અાવી જ ઉજવણી કરાઇ હતી. શાળાના છાત્રાેઅે સિંહના મહાેરા ધારણ કરી સાવજાેની રક્ષાના શપથ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...