ઉગ્ર રજુઆત:સાવરકુંડલામાં વાેર્ડ નંબર 5 માં 6 માસથી આરસીસી રાેડનું કામ અધુરૂં

સાવરકુંડલા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહિશાેની ધીરજ ખુટી : આવેદન પાઠવી ઉગ્ર રજુઆત, ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી

સાવરકુંડલામા ખાેડિયાનગર સાેસાયટી વાેર્ડ નં-5મા પાછલા છ માસથી આરસીસી રાેડની કામગીરી અધુરી હાેય રહિશાે તાેબા પાેકારી ઉઠયાં છે. આજે રહિશાેઅે તંત્ર સમક્ષ આવેદન પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી. આ પ્રશ્નનાે ઉકેલ ન આવે તાે આગામી 30મીઅે મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદાેલનની ચિમકી પણ ઉચ્ચારવામા આવી હતી.વાેર્ડ નં-5ના રહિશાેએ તંત્રને પાઠવેલા આવેદનમા જણાવાયું હતુ કે હાથસણી રોડ, ખોડીયા૨નગ૨ સોસાયટીના વોર્ડ નં-5મા હાલ નવા આર.સી.સી. રોડ બનાવવા માટે આશરે છ મહીના પહેલા ખોદકામ કરાયુ હતુ.

ખોદકામ બાદ આજદિન સુધી રસ્તો પુરો કરવામાં આવ્યાે નથી. ખોદકામના કા૨ણે 20 જેટલા ઘરના રહીશોને તકલીફ પડી રહી છે. રોડનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે કેટલીક જગ્યાએ ગટરની કુંડીઓ તોડી નાખવામા આવી છે. જેને રીપેર ન કરાતા ગંદકી ફેલાઇ રહી છે.અગાઉ ચીફ અાેફિસર તેમજ પાલિકા પ્રમુખને પણ બે વખત રજુઆત કરવામા આવી હતી.

તેમજ નાયબ કલેકટરને પણ લેખિતમા રજુઆત કરાઇ હતી. પરંતુ આજદિન સુધી કાેઇ કાર્યવાહી કરાઇ નથી. જેના કારણે રહિશાેને હાલાકી પડી રહી છે. પાલિકા સદસ્યને પણ રજુઆત કરવામા આવી હતી. આ વિસ્તારમા જાણે તંત્ર દ્વારા ઓરમાયુ વર્તન રાખવામા આવી રહ્યું હાેય રહિશાેમા રાેષ જાેવા મળી રહ્યાે છે.

અન્ય સમાચારો પણ છે...