પત્રિકાનું વિતરણ:ઉત્તરાયણ પર બાળકોએ શું કરવું? શું ન કરવું ?તેની સમજ અપાઇ

સાવરકુંડલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રિકાનું વિતરણ કરાયું

ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સાવરકુંડલામા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉતરાયણ પર બાળકોએ શું કરવુ ? શું ન કરવુ ? તે અંગે શાળાઓમા જઇ સમજણ આપવામા આવી હતી.

વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉતરાયણ પર્વ પર પતંગની દોરીથી પક્ષીઓ તથા માનવીને નાની મોટી ઈજાઓ પહોંચતી હોય છે. અમુક વખત મૃત્યુ પણ થતું હોય છે. આવા બનાવો ન બને એ માટે આ ટ્રસ્ટે સાવરકુંડલા શહેરની કે.કે.હાઈસ્કુલ, જે.વી. મોદી હાઈસ્કુલ તથા શાળા નંબર-1, શાળા નંબર-2 શાળા નંબર-7 તેમજ અન્ય શાળાઓમાં જઈને 4000થી વધુ વિદ્યાર્થીઓમાં લોકજાગૃતિ માટે પત્રીકાઓ વહેંચવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ચાઈનીઝ દોરીનો બહિષ્કાર કરવો, ખુલ્લી અગાશી પર પતંગ ચગાવવા નહી, ઘરની બહાર જતી વખતે દોરીથી બચવા કાન, ગળું, નાક, શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, જીવંત વાયરમાં દોરી ફસાય ત્યારે દોરી ખેંચવી નહીં, પક્ષીઓ ગભરાઈ જાય નહીં એ માટે લાઉડસ્પીકર ધીમા અવાજે વગાડવા તથા ઉતરાયણના દિવસે સવારે 9 પહેલા અને સાંજે 5 પછી પતંગ ચગાવવા નહી વિગેરે અંગે બાળકોને સમજણ અપાઇ હતી. આ ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવામાં આવી છે.

આ જન જાગૃતિ લાવવા માટે વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ તરફથી આ કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની પુરી ટીમ ખડે પગે રહી હતી. ઘાયલ પક્ષી દેખાય તો મોબાઇલ નંબર 9979741061 તેમજ 9408855559 પર સંપર્ક કરી પક્ષીઓનો જીવ બચાવવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...