ચૂંટણીનો માહોલ ગરમાયો:અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુરતથી મતદારો મતદાન કરવા આવી પહોંચ્યા

સાવરકુંડલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલા તાલુકામાં 55 ખાનગી બસમાં મતદારાે અાવ્યા: ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો

અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન સુરતથી મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. ઉમેદવારોએ પણ હરીફ ઉમેદવારનું પતુ કાપવા માટે એડીચોડીનું જોર લગાવી દીધું હતું. પોતાના મતક્ષેત્રમાં આવતા મતદારોના મતદાન માટે તમામ વ્યવસ્થા ઉભી કરી દેવાઈ હતી. ખાસ કરીને અમરેલી જિલ્લાના જુદા જુદા ગામડામાં સુરત ખાતે વસવાટ કરતા મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા ગામડે પહોંચ્યા હતા.જિલ્લાના અઢી લાખ જેટલા લોકો સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં કામધંધા માટે સ્થાયી થયા છે.

પણ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે પછી અન્ય ચૂંટણી આ તમામ મતદારો પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરવા માટે માદરે વતન પહોંચતા હોય છે. આવી જ સ્થિતિ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોવા મળી હતી. અહી બહારગામ વસવાટ કરતા લોકો પોતાના ઉમેદવારને મત આપવા માટે પહોંચ્યા હતા.બીજી તરફ સાવરકુંડલા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને અહી ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારોએ મતદારોને મતદાન માટે ગામમાં બોલાવ્યા હતા. તાલુકાભરમાં 55 ખાનગી બસ સુરતથી મતદાન કરવા માટે પહોંચી હતી. તસવીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...