તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવાર સાથે મિલન:સાવરકુંડલા માનવ મંદિરમાં છત્તીસગઢની અસ્થિર મહિલા સ્વસ્થ થતાં પરિવારને સોંપાઇ

સાવરકુંડલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અસ્થિર મહિલા સ્વસ્થ થતા પરિવારને સોંપાઈ. - Divya Bhaskar
અસ્થિર મહિલા સ્વસ્થ થતા પરિવારને સોંપાઈ.

સાવરકુંડલામા આવેલ માનવ મંદિર આશ્રમ ખાતે રખડતી ભટકતી અસ્થિર મગજની મહિલાઓ અને યુવતીઓને અહી આશરો આપી સેવા ચાકરી કરવામા આવી રહી છે. અત્યાર સુધીમા આશ્રમમાથી 90 જેટલી મહિલાઓ સ્વસ્થ થતા સમાજમા પુન: સ્થાપિત કરાઇ છે. ત્યારે અહી ચારેક વર્ષ પહેલા છતીસગઢમા રહેતા એક પરિવારની વિખુટી પડેલી અસ્થિર મહિલા છેક રાજુલા આવી પહોંચી હતી. પોલીસ દ્વારા આ મહિલાને આશ્રમમા મુકવામા આવી હતી.

આ મહિલા સ્વસ્થ થઇ જતા પરિવારને સાેંપાઇ હતી.આશ્રમમાં નિરાધાર 58 પાગલ મહિલાઓ વિવિધ પ્રાંતની છે. તેની સારવાર અને સેવા કરવામાં આવી રહી છે. અહી ચારેક વર્ષ પહેલા છતીસગઢની એક મહિલા પરિવારથી વિખુટી પડી છેક રાજુલા આવી પહોંચી હતી. અહી પોલીસે તેને માનવ મંદિર આશ્રમમા માેકલી આપી હતી. પુ.ભકિતબાપુએ આ મહિલાનુ હુલામણુ નામ દકુ રાખ્યું હતુ. આ મહિલાની લાંબી સારવાર બાદ તે સ્વસ્થ બની ગઇ હતી અને તેની યાદશકિત પણ પાછી આવી ગઇ હતી જેથી આ મહિલાએ તેના પરિવાર વિશે વિગતવાર જણાવ્યું હતુ. બાદમા રાજુલા પોલીસને જાણ કરાતા તેમણે આ મહિલાના પરિવારનાે સંપર્ક સાધ્યાે હતાે.

આશ્રમ દ્વારા પણ સાેશ્યલ મિડીયાના માધ્યમથી આ પરિવાર સાથે વાતાે કરી હતી અને મહિલાને પોતાના ઘરે પરત લઇ જવા જણાવાયું હતુ. છતીસગઢના એક ગામમા રહેતા મહિલાના પિતા અને ભાઇ આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા. સુનીતા નામની આ મહિલાએ પણ આશ્રમમા સાથે રહેતી અન્ય યુવતીઓ અને મહિલાઓને મળી પોતાના પરિવાર સાથે વિદાય લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...