વિનામુલ્યે આશરો:સાવરકુંડલામાં આવેલા માનવ મંદિરમાં 52 મનોરોગી મહિલાએની સારવાર

સાવરકુંડલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુ.રમેશભાઇ ઓઝાએ આશ્રમની મુલાકાત લીધી
  • મનોરોગી બહેનોને કથા સંભળાવશે

સાવરકુંડલામા આવેલ માનવ મંદિર આશ્રમ ખાતે રખડતી ભટકતી મનોરોગી મહિલાઓને વિનામુલ્યે આશરો આપી તેની સારવાર કરવામા આવી રહી છે.આશ્રમમાથી અનેક મહિલાો સ્વસ્થ થઇ પોતાના પરિવારમા પુન: સ્થાપિત કરાઇ છે.

હાલ આશ્રમમા 52 મહિલાઓ સારવાર લઇ રહી છે. અહી ભાગવતાચાર્ય પુ.રમેશભાઇ ઓઝાએ આશ્રમની મુલાકાત લઇ મનોરોગી બહેનો માટે કથા સંભળાવવાની વિનંતીને ગ્રાહ્ય રાખી હતી.મનોરોગી આશ્રમ માનવ મંદિર ખાતે પાછલા નવેક વર્ષથી પુ. ભકિતરામબાપુ વિનામુલ્યે રખડતી ભટકતી મનોરોગી મહિલાઓને આશરો આપી તેમની સારવાર કરી રહ્યાં છે.

અત્યાર સુધીમા અનેક મહિલાઓ સ્વસ્થ થતા તેના પરિવારમા પુન: સ્થાપિત કરાઇ છે. આશ્રમની અનેક સંતો મહંતો અને દાતાઓ મુલાકાત લઇ ચુકયા છે. ત્યારે ભાગવતાચાર્ય પુ.રમેશભાઇ ઓઝાએ પણ માનવ મંદિર આશ્રમની મુલાકાત લીધી હતી અને મનોરોગી મહિલાઓ સાથે સમય વિતાવ્યો હતો.કેટલીક મનોરોગી બહેનોએ તો ગીતાના શ્લોક અને દુહા છંદ પણ સંભળાવ્યા હતા.

ત્યારે પુ.રમેશભાઇ ઓઝા પણ મનોરોગી મહિલાઓની કરાતી સારવારથી પ્રભાવિત થયા હતા. ભકિતરામબાપુએ એવી ઇચ્છા વ્યકત કરી હતી કે પુ.ભાઇજી મનોરોગી બહેનોને કથા સંભળાવે. તેમની આ વિનંતીને માન આપી પુ.ભાઇજીએ મનોરોગી બહેનોને કથા સંભળાવવાની વાતનો સ્વીકાર કર્યો હતો. ટુંક સમયમાં જ સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરે ખાસ મનોરોગી બહેનોને પુ. રમેશભાઈ ઓઝા દ્વારા કથાનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...