તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાવરકુંડલાના બાઢડા નજીક રેલવે ફાટક પર કન્ટેનર બંધ પડી જતા બે કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. અહીં દિવસમાં 13 વખત બંધ થતાં ફાટકથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. રેલવે તંત્ર દ્વારા અહીં અંડર બ્રિજ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
સાવરકુંડલા- રાજુલા રોડ પર 24 કલાક વાહનોથી ધમધમી રહ્યા હોય છે. તેવા સમયે બાઢડા પાસે રેલવે ફાટક નાનું છે. જે દિવસમાં 13 વખત બંધ થાય છે. જેના કારણે કલાકો સુધી વાહનનો ટ્રાફિક જોવા મળે છે. ત્યારે બાઢડા રેલવે ફાટકમાં એક કન્ટેનર બંધ પડી ગયું હતું. જેના કારણે બે કલાક સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. અંતે કન્ટેનરને ફાટક પરથી હટાવી વાહન વ્યવહાર પુર્વવત શરૂ કરાયો હતો. તેમજ બાઢડા રેલવે ફાટક પર બ્રિજ બનાવવા માટે અનેક વખત રેલવે ડીવીઝનને આગેવાનોએ રજૂઆત કરી છે.
છતાં પણ આજદિન સુધી રેલવે તંત્ર દ્વારા અન્ડર બ્રિજની કામગીરી તો હાથ ધરાઈ નથી. પણ ફાટકને પહોળું પણ કરવામાં આવ્યું નથી. જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.