તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:25 હજાર કારીગરાેને રાેજગારી પૂરાે પાડતો કાંટા ઉદ્યાેગ મંદીમાં

સાવરકુંડલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામાં લોકડાઉન બાદ 400 થી વધુ કાંટા બનાવવાના કારખાના મંદીના ખપ્પરમાં. - Divya Bhaskar
સાવરકુંડલામાં લોકડાઉન બાદ 400 થી વધુ કાંટા બનાવવાના કારખાના મંદીના ખપ્પરમાં.
  • રાેજના 25થી વધુ વજન કાંટાને બદલે હવે માંડ 10 કાંટા બને છે

સાવરકુંડલામા દરરાેજ 25 હજાર કારીગરાેને રાેજગારી પુરી પાડતાે કાંટા ઉદ્યાેગમા હાલ મંદી જાેવા મળી રહી છે. લાેકડાઉન બાદ અા ઉદ્યાેગ ભાંગી પડયાે છે. અહી 400થી વધારે કાંટા બનાવવાના કારખાના છે. ત્યારે અા કાંટા ઉદ્યાેગને ફરી બેઠાે કરવા સરકાર નિતી વિષયક મદદ કરે તે જરૂરી બન્યું છે.

ચીનમાં કોરોના તેની ચરમસીમાએ હતો ત્યારે ત્યાંથી લોખંડ સહિતના કાચા માલની આવકને અસર થઈ હતી. હવે થોડો કાચો માલ આવે છે, પરંતુ પહેલાં જેવી સ્થિતિ નથી. જે કારીગરો રોજના 20 થી 25 કાંટા બનાવતા તે હવે માંડ 10 વજનકાંટા બનાવે છે. અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

રોજના 400થી 500 રૂપિયાની કમાણી કરી શકતા કારીગરો હવે રોજના માંડ 200 રૂપિયા કમાઈ શકે છે. સાવરકુંડલામાં ઇલેક્ટ્રોનિક વજનકાંટા બને છે. અને તેના માટેના ઇલેક્ટ્રોનિક સ્પેરપાર્ટ્સ ચીનથી આવતા હોય છે. ભારતમાં એ ઇલેક્ટ્રોનિક સ્પેરપાર્ટ્સનો ભાવ વધુ હોવાથી ઇલેક્ટ્રોનિક વજનકાંટા બનાવતા કારીગરો પણ લોકડાઉન બાદ 25ના બદલે માંડ 8 કાંટા બનાવી શકે છે.

અેક વર્ષથી મંદીની સ્થિતિ: પ્રમુખ
કુંડલા કાંટા એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ મકવાણાએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી સાવરકુંડલાનો કાંટા ઉદ્યોગ મૃતપાય છે. કાચોમાલ મોંઘો થવાથી અમારે નાછૂટકે ભાવવધારો કરવો પડ્યો છે. વેપારીઓ પાસેથી અમારા અગાઉના પેમેન્ટ બાકી છે. કાચા માલમાં ભાવ સતત વધતા જાય છે. ચીનમાંથી આવતો કાચો માલ અમને પોસાતો નથી.> જયંતિભાઇ મકવાણા

સરકારે નિતી વિષયક મદદ કરવી પડશે
કારખાનેદાર કનુભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે 25 હજાર લોકોને રોજગારી આપતા ઉદ્યોગને બચાવવો હોય તો સરકારે નીતિ વિષયક મદદ કરવી પડશે. કોવિડની ગાઈડ લાઇન પ્રમાણે છૂટછાટ મળતા કારખાના રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. પરંતુ ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. લોકડાઉન પહેલાં લોખંડનો ભાવ 40 રૂપિયે કિલો હતો. અત્યારે લોખંડનો ભાવ 80 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ પણ મોંઘું થયું છે.> કનુભાઇ ડોડિયા, કારખાનેદાર

અન્ય સમાચારો પણ છે...