છેતરપિંડી:સાવરકુંડલા ગામના યુવાને ઓનલાઇન માેબાઇલ મંગાવ્યાે અને નીકળ્યાે સાબુ

સાવરકુંડલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19 હજાર ચુકવ્યા બાદ 5 રૂપિયાની વસ્તુ નીકળતા યુવાન અાંચકાે ખાઇ ગયાે

સાવરકુંડલાના અેક યુવાને રૂપિયા 19 હજારની તગડી રકમ ચુકવી અાેનલાઇન માેબાઇલ મંગાવ્યાે હતાે પરંતુ જયારે પાર્સલ મળ્યુ તે ખાેલીને જાેતા તેમાથી સાબુ નીકળતા જ યુવકની અાંખાે પહાેળી થઇ ગઇ હતી. સાવરકુંડલાના મિલવ વસાવા તથા સમીક વસાવા નામના બે ભાઇઅાેઅે દિપાવલીનાે તહેવાર માથે હાેય નવાે માેબાઇલ ખરીદવાનાે નિર્ણય કર્યાે હતાે. અને તેમણે માેબાઇલની અાેનલાઇન પસંદગી કરી તારીખ 9/10ના રાેજ તેનુ બુકીંગ કરાવ્યું હતુ.

તારીખ 17/10ના રાેજ ડિલેવરી બાેય તેને હાથાેહાથ માેબાઇલનુ બાેકસ અાપી ગયાે હતાે. જેના રાેકડા રૂપિયા તેણે ચુકવી દીધા હતા. પરંતુ અા યુવાને જયારે કવર તાેડી માેબાઇલનુ બાેકસ ખાેલતા જ અાંચકાે ખાઇ ગયાે હતાે. કારણ કે બાેકસમાથી માેબાઇલને બદલે માત્ર પાંચ રૂપરડીનાે સાબુ નીકળ્યાે હતેા.

અાેનલાઇન ખરીદીમા ફ્રાેડ થતા સમગ્ર પરિવાર અાંચકાે ખાઇ ગયાે હતાે. મિલવ વસાવાઅે અા બારામા સ્થાનિક પાેલીસ મથકને સાઇબર ક્રાઇમ પાેલીસને મળી પાેતાની ફરિયાદ અાપી હતી. અા વાત સાવરકુંડલામા વાયુવેગે પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...