માનવતાની જ્યોત પ્રગટાવી:કુંડલાના સુફી સંતે 85 હજાર લાેકાેને વ્યસન મુક્ત બનાવ્યાં

સાવરકુંડલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 વર્ષથી વ્યસન મુક્તિ અભિયાન મારફત માનવતાની જ્યાેત પ્રગટાવી

વર્તમાન સમયમા યુવાધન જયારે જુદાજુદા વ્યસનના રવાડે ચડયુ છે ત્યારે અા દુષણને ડામવા સાવરકુંડલાના સુફી સંત સૈયદ દાદાબાપુ કાદરીઅે વ્યસન મુકિત અભિયાન મારફત પાછલા નવ વર્ષમા 85 હજાર લાેકાેને વ્યસન મુકત બનાવી માનવતાની જયાેત પ્રગટાવી છે. અાજથી બાર વર્ષ પહેલા હઝરત મહંમદ પયગંમ્બરના જન્મદિને પાંચ વ્યકિતઅાેને દારૂનુ વ્યસન છાેડાવ્યા બાદ વ્યસન મુકિત અભિયાનનાે અારંભ કરાયાે હતાે જે અાજદિન સુધી અવિરત શરૂ છે.

કોઈપણ જ્ઞાતિ નાત જાત જોયા વિના સૂફીસંત દ્વારા માનવતાની જ્યોત અવિરત શરૂ છે. કોમી એખલાસ, ભાઈચારાની ભાવના અને બંધુત્વની મિસાલ ઉભી કરીને વ્યસનોથી અકાળે મોતને ભેટતા વ્યક્તિઓને વ્યસનોથી દૂર કરવાનું મિશન નવ વર્ષથી અવિરત શરૂ રાખી અત્યાર સુધીમા 85 હજાર લાેકાેને તેમણે વ્યસન મુકત બનાવ્યાં છે. દારૂ, ચરસ, ગાંજો, બીડી, સિગારેટ, તંબાકુ, જેવા વ્યસનોથી કેન્સર જેવી ભયંકર બીમારીઓ થતી હોય, એક વ્યસનીના વ્યસનની કુટેવને કારણે આખો પરિવાર બરબાદ થતો હોય.

ત્યારે વ્યસનનો જ ત્યાગ કરવાની ભાવના વ્યસનીઓના હૃદયમાં ઉત્પન્ન કરવાનું કામ સૂફીસંત સૈયદ દાદાબાપુ કાદરીએ શરૂ રાખ્યું છે. સૂફીસંતના દીકરા અલ્હાઝ મુનીરબાપુ કાદરી પણ વ્યસન મુક્તિ અભિયાનને અાગળ ધપાવી રહ્યાં છે. સાવરકુંડલામાં અનેકવાર પોલીસના ચોપડે કાયમી નામ રહેતા બુટલેગરોને પણ વ્યસનાે મુકાવ્યા પણ અન્ય કોઈ વ્યક્તિઓ વ્યસનના રવાડે ન ચડે તે માટે આવા વ્યક્તિઓ દ્વારા વ્યસનીઓ સુધી પહોંચીને બાગે રહેમત ખાતે સૂફીસંત સુધી લાવીને વ્યસનો મુકવા અંગેની સમજણ આપવામાં આવે છે. ઈશ્વર ખુદાએ જે દુનિયામાં મોકલ્યા છે તે ઈશ્વર ખુદાની ઈબાદત કરો અને તમારા પરીવાર પ્રત્યે લાગણીશીલ રહેવાની શીખથી અનેક લાેકાેને વ્યસન મુકત બનાવ્યાં છે.

વ્યસન મુક્તિ માટે અાવેલા લાેકાેનું સન્માન
અહી વ્યસન મુકિત માટે અાવતા લાેકાેને હિન્દુ વ્યકિત હાેય તાે શાલ અાેઢાડી અને મુસ્લિમ હાેય તાે ટાેપી પહેરાવીને સુફી સંત દ્વારા સન્માન અાપવામા અાવે છે.તસવીર- સાૈરભ દાેશી

પરિવારમાં થયેલ ઝઘડાઅાેનું પણ સમાધાન કરાવાયું
સુફી સંત સૈયદ દાદાબાપુ કાદરીઅે વ્યસન મુકિત અભિયાનની સાથે સાથે કાેઇપણ પરિવાર કે વ્યકિત વચ્ચે મનદુખ હાેય અને અવારનવાર ઝઘડાે થતાે હાેય તેવા પરિવારાે વચ્ચે પણ સમાધાન કરાવી સંબંધાે તાજા કરી સેવાકીય કાર્યાે કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...