તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયાેજન:કુંડલામાં વેપારીઓ દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે કથા યાેજાઇ

સાવરકુંડલા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિશ્વને કાેરાેના વાઇરસની મહામારીથી મુકિત અપાવવા પ્રાર્થના કરવામાં આવી

હાલમા વિશ્વભરમા કાેરાેનાની મહામારીઅે ભરડાે લીધાે છે. અને દેશમા દિપાવલી પર્વ ઉજવાઇ રહ્યું છે ત્યારે સાવરકુંડલામા દિપાવલીના પાવન પર્વે વિશ્વ કલ્યાણ અર્થે ભગવાન સત્યનારાયણની કથાનુ આયાેજન કરવામા અાવ્યું હતુ.

અા કથા સાવરકુંડલામા સુર્યનિવાસ કાેર્મશીયલ કાેમ્પલેક્ષ ખાતે યાેજવામા અાવી હતી. ચેમ્બર અાેફ કાેમર્સના ઉપપ્રમુખ રાજુભાઇ શિંગાળાની ઉપસ્થિતિમા સાવરકુંડલાના વેપારીઅાે દ્વારા અા અાયાેજન કરવામા અાવ્યુ હતુ. હાલમા કાેરાેનાનાે સમય ચાલી રહ્યાે છે તેની ગાઇડલાઇનનુ પાલન થાય તેવી કથામા વ્યવસ્થા રખાઇ હતી.

સમગ્ર વિશ્વમાથી કાેરાેનાની મહામારી નાબુદ થાય અને જનજનનુ કલ્યાણ થાય તેવી પ્રાર્થના અહીના વેપારીઅાે દ્વારા કરાઇ હતી. હાર્દિકભાઇ ખીરા દ્વારા અહી કથા રજુ કરાઇ હતી. ભાવેશભાઇ ચાૈહાણ, નિલભાઇ ચાૈહાણ સહિત માેટી સંખ્યામા વેપારીઅાે હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો