માનવ મંદિર:માનવ મંદિરમાં છઠ્ઠા લગ્ન યોજાયા: મનોરોગી મહિલા સાજી થતાં પ્રભુતામાં પગલાં પાડ્યા

સાવરકુંડલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચમી દિકરીએ પ્રભુતામાં પગલા માંડ્યા - Divya Bhaskar
પાંચમી દિકરીએ પ્રભુતામાં પગલા માંડ્યા
  • સાવરકુંડલા માનવ મંદિરમાં ભક્તિબાપુની નિશ્રામાં 55 નિરાધાર મહિલાઓ આશ્રય લઈ રહી છે

સાવરકુંડલામાં માનવ મંદિર આશ્રમમાં નિરાધાર અને રખડતા ભટકતા મનોરોગી મહિલાઓને વિનામૂલ્ય આશરો આપી સારવાર આપવામાં આવે છે. અહીં ગુજરાત સહિત અનેક રાજ્યની 55 જેટલી મહિલાઓ સારવાર મેળવી રહી છે. જેની અમરેલીના મનોચિકિત્સક ડોકટર વિવેક જોશી વિનામૂલ્ય સારવાર આપી રહ્યા છે. તેમજ હાલ સુધીમાં માનવ મંદિરમાંથી 82 જેટલી મહિલાઓ સાજી થઈ પોતાના પરિવારમાં પૂન સ્થાપિત થઈ છે.

અહીં અત્યાર સુધીમાં પાંચ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે. ત્યારે આજે માનવ મંદિર ખાતે રેખા ઢાપા નામની મનોરોગી મહિલા સાજી થતા તેમના લગ્ન યોજવામાં આવ્યા હતા. આ મહિલાએ સાત માસ પહેલા માનવ મંદિરમાં આશ્રરો મેળવ્યો હતો. જે આજે સાજી થતા તેમના પરિવારની સહમતીથી આશ્રમમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ તકે ભક્તિબાપુએ રાજીપો વ્યકત કરી આશીર્વાદ પાઠવ્યા હતા.

5 દીકરીઓ સાજી થઈ છે પણ પરિવાર અપનાવવા તૈયાર નથી
માનવ મંદિરના ભક્તિબાપુએ દુઃખ સાથે જણાવ્યું હતું કે, આશ્રમમાં જુદાજુદા વિસ્તારમાં પોલીસ મહિલાઓને મુકી ગઈ હતી. જેમાંથી પાંચ દીકરીઓ હાલ સાજી થઈ ગઈ છે. હાલ પરિવાર તેમને અપનાવવાની ના પાડી રહ્યો છે. તેમજ આ દીકરીઓને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં પોલીસ પણ મદદ કરી શકતી નથી.

અન્ય સમાચારો પણ છે...