હાલાકી:વિજપડીનાે મુખ્ય માર્ગ બિસ્માર, ગ્રામ પંચાયતનાે વાલ્વ પણ લીકેજ હાેઇ માર્ગાે પર કિચડ જામે છે: તંત્ર બેધ્યાન

વિજપડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્થાનિક લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલી બન્યું. - Divya Bhaskar
સ્થાનિક લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલી બન્યું.

સાવરકુંડલા તાલુકાના વિજપડીમા મુખ્ય માર્ગ જ પાછલા ઘણા સમયથી બિસ્માર હાલતમા જાેવા મળી રહ્યાે છે. તેની વચ્ચે અહી ગ્રામ પંચાયતનાે વાલ્વ પણ લીકેજ હાેય સતત પાણી માર્ગ પર વહેતુ હાેવાના કારણે અહી કિચડની સમસ્યાથી પણ લાેકાે ત્રાહિમામ પાેકારી ઉઠયાં છે. અનેક વખત રજુઅાત છતા કાેઇ કાર્યવાહી કરાતી નથી.

વિજપડીમા સરકારી હાેસ્પિટલ તેમજ પ્લાેટ વિસ્તારમા જવા માટેનાે માર્ગ જ તદન બિસ્માર હાલતમા બની ગયાે છે. જાણે ગ્રામ પંચાયતને પણ અા પ્રશ્ને કાેઇ રસ ન હાેય તેમ જાેવા મળી રહ્યું છે. અહીથી પસાર થતા દર્દીઅાેને પણ નાછુટકે કિચડમાથી ચાલીને દવાખાને જવુ પડી રહ્યું છે. અહી અનેક વખત નાના વાહનાે સ્લીપ થઇ જાય છે. ગામમા પાછલા ઘણા સમયથી લાેકાેને અા પ્રશ્ન સતાવી રહ્યાે છે પરંતુ ગ્રામ પંચાયતમા સરપંચ કે સભ્ય પણ દેખાતા નથી.

માર્ગની સમસ્યાથી તાે લાેકાે પિડાઇ રહ્યાં છે તેમાય અહી ગ્રામ પંચાયતનાે વાલ્વ પણ પાછલા કેટલાક સમયથી લીકેજ હાેય અા માર્ગ પર સતત પાણી વહ્યાં કરે છે. જેના કારણે અહી કિચડ જામે છે. અહીથી પસાર થતા લાેકાેને અહીથી પસાર થઇને જવુ પડી રહ્યું છે. ત્યારે તાકિદે અહી માર્ગ બનાવવામા અાવે તેમજ પાણીના વાલ્વનુ સમારકામ કરાવવામા અાવે તેવુ લાેકાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...