તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:કુંડલામાં જનસેવા કેન્દ્ર સામે 10 માસ પૂર્વે બંધ થયેલ દરવાજો ખુલ્લો મૂકાયો

સાવરકુંડલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અરજદારોને પડતી હાલાકી દુર થશે. - Divya Bhaskar
અરજદારોને પડતી હાલાકી દુર થશે.
 • જિલ્લા ભાજપ પ્રમુખની રજુઆતને ધ્યાને લઇ તંત્રએ કામગીરી હાથ ધરી

સાવરકુંડલા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રની સામેનો 10 માસ પૂર્વે બંધ થયેલ દરવાજો ફરી વખત ખોલવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆતને ધ્યાને રાખી તંત્રએ કામગીરી હાથ ધરી હતી. જિલ્લામાં કોરોના મહામારીના કારણે સરકારી કચેરી પર અરજદારોની ભીડ ન ઉમટે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બારીઓ અને દરવાજા બંધ કરી દેવાયા હતા.પરંતુ સાવરકુંડલા મામલતદાર કચેરીમાં આવેલ જન સેવા કેન્દ્રની સામેનો દરવાજો લોકડાઉનમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ સરકારી કચેરીમાં ફરી કામગીરી શરૂ થતા પણ દરવાજો ખૂલ્યો ન હતો.

જેના કારણે જનસેવા કેન્દ્ર ખાતે આવી રહેલા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે આગેવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાને રજુઆત કરી હતી. જેને ધ્યાને રાખી કૌશિકભાઈ વેકરીયાએ સાવરકુંડલા નાયબ કલેકટરનું ધ્યાન દોર્યું હતું. ત્યારે તાત્કાલિક તંત્ર દ્વારા જન સેવાકેન્દ્ર ખાતે બંધ કરવામાં આવેલ દરવાજાને અરજદારો માટે ફરી ખુલ્લો મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો