સાવરકુંડલા પંથકમા પણ મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે ગઇકાલે સાંજના સુમારે શહેરના પાદરમા ચાર ડાલામથ્થા સાવજો ખેતરોમા આંટાફેરા મારતા નજરે પડયા હતા જેના કારણે લોકોમા ફફડાટ ફેલાયો હતો. સાવરકુંડલાના પીપાવાવ અંબાજી નેશનલ હાઈવે પર સૂર્યોદય પેટ્રોલ પંપની આગળ આવેલા સૂર્યોદય ફાર્મ નજીકના ખેતરમાં એક નીલગાયના શિકાર માટે ઢળતી સંધ્યાએ ચાર પાઠડા સિંહોએ શિકાર માટે જાળ બિછાવતા હોય અહીથી સાંજે વોકીંગમા નીકળેલ પ્રતાપભાઈ ખુમાણે પોતાના મોબાઇલમા આ દ્રશ્ય કેદ કરી લીધુ હતુ.
પીપાવાવ અંબાજી નેશનલ હાઈવે હોય વાહનોની સતત અવરજવર હોય ત્યારે ચાર સિંહો સૂર્યોદય ફાર્મની નજીકના ખેતરમાં નીલગાયનો શિકાર કરવાની પેરવીમા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. આ વિસ્તારમા અવારનવાર સાવજોના આંટાફેરા રહેતા હોય વાડી ખેતરોમા કામ કરતા મજુરો અને લોકોમા ભય જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આસપાસના ગ્રામ્ય વિસ્તારમા અગાઉ સાવજો દ્વારા માણસ પરના હુમલાની ઘટનાઓ પણ બની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.