તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે જીત:ખડસલીના 95 વર્ષના વૃદ્ધે દસ દિવસમાં જ કોરોનાને માત આપી

સાવરકુંડલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તબીબોની મહેનતથી વૃદ્ધાએ કોરોનાને હરાવ્યો. - Divya Bhaskar
તબીબોની મહેનતથી વૃદ્ધાએ કોરોનાને હરાવ્યો.
  • હોસ્પિટલ સ્ટાફ વૃદ્ધને ફૂલડે વધાવી રજા આપવામાં આવી
  • વેક્સિન લેવા અને માસ્ક પહેરવા વૃદ્ધનો અનુરોધ

સાવરકુંડલા ખડસલી લોકશાળામાં રહેતા અને તાલુકા ગામ સેવા મંડળના પ્રમુખ એવા 95 વર્ષીય મનુદાદા મહેતાએ દસ દિવસમાં જ કોરોનાને માત આપી હતી. તેમનો આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળ અને તબીબોની મહેનતથી તેઓ સાજા થઇ જતા તેમને ફૂલડે વધાવી હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.95 વર્ષ નામ મનુભાઈ મહેતાને સાવરકુંડલામાં શરૂ થયેલ લલ્લુભાઈ શેઠ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

10 દિવસની ભારે જહેમત અને ડોક્ટરો તેમજ સ્ટાફની મહેનત રંગ લાવી, જો કે મનુદાદાનો આત્મવિશ્વાસ પણ એટલો જ મહત્વનો હતો. શરીરમાં અન્ય બીમારીઓ હોવા છતાં આત્મવિશ્વાસ અને ડોક્ટર અરવિંદ શર્મા અને તેમના સ્ટાફની મહામહેનત કોરોનાને મહાત આપવામા કારગત નીવડી. મનુ દાદાએ 10 માં દિવસે સ્વસ્થ છે, હોસ્પિટલ સ્ટાફ પરિવારજનોની હાજરીમાં ફૂલડે વધાવ્યા હતા.

મનુદાદાએ જણાવ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. આત્મવિશ્વાસ જરૂરી છે. અને વેક્સિનના બે ડોઝ એટલા જ મહત્વના છે. તેઓએ વેક્સીના બે ડોઝ પૂરા કર્યા છે. અને લોકોને વિનંતી પણ કરી છે કે જ્યારે સમય મળે જ્યારે તમારો વારો આવે ત્યારે બે ડોઝ વેકસીનના પૂરા કરજો. આત્મ વિશ્વાસ રાખજો, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરજો, કોરોના તમારી નજીક નહીં આવી શકે.

અન્ય સમાચારો પણ છે...