સમસ્યા:પીઠવડીથી ભેકરા સુધીનો માર્ગ રીપેરીંગ કરવા ઉગ્ર માંગ

સાવરકુંડલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 7 દિ'માં પ્રશ્નનો ઉકેલ નહી આવે તો પ્રતિક ઉપવાસની ચિમકી

સાવરકુંડલા તાલુકાના પીઠવડીથી ભેકરા સુધીનો માર્ગ પાછલા ઘણા સમયથી બિસ્માર હાલતમા બની ગયો છે. અહી ઉબડખાબડ માર્ગને કારણે નાના વાહન ચાલકોને હાડમારી વેઠવી પડી રહી છે. ત્યારે સાત દિવસમા પ્રશ્નનો ઉકેલ નહી આવે તો ગ્રામજનો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

પીઠવડીના સરપંચ દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમા રજુઆત કરવામા આવી હતી કે પીઠવડીથી ભેકરા સુધીના માર્ગમા મસમોટા ખાડાઓ પડી ગયા છે. હાલ ચોમાસાને પગલે અહી ખાડાઓમા પાણી પણ ભરાયેલા રહે છે જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. અનેક વખત નાના મોટા અકસ્માતો પણ સર્જાતા રહે છે. તેમણે વધુમા જણાવ્યું હતુ કે આગામી સાત દિવસમા આ પ્રશ્નનો કોઇ ઉકેલ નહી આવે તો પીઠવડી તેમજ ભેકરા અને આસપાસના ગામના સરપંચો દ્વારા પીઠવડી ખાતે તા. 1/9ના રોજ પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા તાલુકાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગો હાલ ખખડધજ જોવા મળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...