તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ધો. 10, 12ના રીપીટર છાત્રોને માસ પ્રમોશન આપો: NSUI

સાવરકુંડલા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NSUIના પ્રતિનિધિ મંડળની શિક્ષણ બોર્ડના ચેરમેનને રજૂઆત

સાવરકુંડલાના વતની અને ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી કેતનભાઇ ખુમાણે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કોરોના મહામારીએ સમગ્ર રાજ્યમાં ભરડો લીધો છે. જેના કારણે શિક્ષણ બોર્ડે ધોરણ-10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી તેમને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.

રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીક્ષા યોજાય તો કોરોના સંક્રમિત થઈ શકે છે. પણ શિક્ષણ બોર્ડે ધોરણ-10 અને 12ના પાંચ લાખ જેટલા રીપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી નથી. રાજ્યમાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. તો વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધવાની દહેશત સેવાઈ રહી છે. શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ. તેમજ ધોરણ 10 અને 12ના રીપીટર છાત્રોને માસ પ્રમોશન અપાઇ તેવી તેમણે બોર્ડના ચેરમેન સમક્ષ માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...